એલિફન્ટાની ગુફાઓ
એલિફન્ટાની ગુફાઓ ભારત દેશના મહારાષ્ટ્ર રાજયના પાટનગર મુંબઇ શહેરથી ૧૨ કિલોમીટર દૂર આવેલું એક એવુ સ્થળ છે, જે પોતાની કલાત્મક ગુફાઓને લીધે પ્રસિધ્ધ છે. એલિફન્ટામાં કુલ સાત ગુફાઓ છે. મુખ્ય ગુફામાં ૨૬ સ્તંભ છે જેના પર શિવ ભગનાનને વિવિધ રૂપોમાં જોવા મળે છે. એલિફન્ટાનું ઐતિહાસિક નામ ધારપુરી છે. આ જગ્યાને એલિફન્ટા નામ પોર્તુગીઝ લોકોએ આપ્યુ. એમણે આ નામ અહીંયા પથ્થરમાં કોતરેલી હાથી (એલિફન્ટ) મૂર્તિને કારણે આપ્યુ. અહીં હિન્દુ ધર્મના ઘણા દેવી-દેવતાઓની મૂર્તિ છે.
Tag :
JANVA JEVU,
JOVALAYK STHALO