- પાટણ જિલ્લો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના કુલ ૩૩ જિલ્લાઓ પૈકીનો ઉત્તર ભાગમાં આવેલો જિલ્લો છે. આ જિલ્લાનું મુખ્ય મથક ઐતિહાસિક શહેર પાટણ ખાતે આવેલું છે.
- પાટણ જિલ્લાની સ્થાપના ૨૦૦૦માં કરવામાં આવી હતી. આ જિલ્લો મહેસાણા જિલ્લાના સમી, હારીજ, ચાણસ્મા, સિદ્ધપુર અને પાટણ તાલુકાઓ અને બનાસકાંઠા જિલ્લાના રાધનપુર અને સાંતલપુર તાલુકાઓ જોડીને બનાવવામાં આવ્યો હતો.
- સ્થાપના સમયે પાટણ જિલ્લામાં સાત તાલુકાઓ હતા. ૨૩ સપ્ટેમ્બર ૨૦૧૨ના રોજ પાટણ જિલ્લામાં યોજાએલા વિવેકાનંદ યુવા વિકાસ યાત્રા કાર્યક્રમમાં તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ત્રણ નવા તાલુકાની જાહેરાત કરી હતી, જેમાં શંખેશ્વર, સરસ્વતી અને વાવ સુઇ તાલુકાનો સમાવેશ થાય છે. પાટણ જિલ્લાના પાટણ અને સમી તાલુકાનું વિભાજન કરીને નવા બે તાલુકા (સરસ્વતી અને શંખેશ્વર) બનાવવામાં આવ્યા.[૧] આની સાથે જ અગાઉ કામચલાઉ ધોરણે પાટણ તાલુકામાંથી અમુક ગામો છૂટા પાડીને વાગડોદ તાલુકાની રચના કરવામાં આવી હતી. તેમાં તાલુકા પંચાયત કચેરી, મામલતદાર કચેરી જેવી કચેરીઓ પણ ધમધમતી થઇ હતી. પરંતુ તાલુકા સંઘની રચના મુદ્દે મડાગાંઠ સર્જાતાં અને મામલો કોર્ટમાં જતાં પાછળથી અલગ તાલુકો રદ કરી દેવાયો હતો
વસતી
૨૦૧૧ની વસતી ગણતરી પ્રમાણે પાટણ જિલ્લાની વસતી ૧૩,૪૨,૭૪૬ વ્યક્તિઓની છે,[૩] જે સ્વાઝીલેન્ડ દેશ[૪] અથવા અમેરિકાના મેઇની રાજયની વસતી બરાબર છે.[૫] જિલ્લાનો વસતીની દ્રષ્ટિએ ભારતના ૬૪૦ જિલ્લાઓમાં ૩૫૯મો ક્રમ આવે છે.[૩] જિલ્લાની વસતી ગીચતા 234 inhabitants per square kilometre (610/sq mi) છે.[૩] ૨૦૦૧-૨૦૧૧ના દાયકા દરમિયાન વસતી વધારાનો દર ૧૩.૫૩% રહ્યો હતો.[૩] પાટણનો સાક્ષરતા દર ૭૩.૭૪% છે.[૩]૨૦૦૧ના વર્ષમાં જિલ્લાના ૧૧,૮૨,૭૦૯ વ્યક્તિઓમાંથી ૨૦.૧૬% લોકો શહેરી વિસ્તારમાં રહેતા હતા.તાલુકાઓ
Tag :
GK,
SHORT TRICKS