ભાલકા તીર્થ
ભાલકા તીર્થ ભારત દેશના ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર પ્રદેશમાં પ્રભાસ ક્ષેત્રમાં વેરાવળ શહેર ખાતે આવેલ છે.
સોમનાથ મંદિર થી ૪ કિલોમીટર દૂર સ્થિત આ તીર્થ વિશે માન્યતા છે કે અહીં વિશ્રામ કરતી વેળાએ જ ભગવાન શ્રીકૃષ્ણને જર નામના શિકારીએ ભૂલથી તીર માર્યું હતું, ત્યાર પછી તેઓએ પૃથ્વી પર પોતાની લીલા સંકેલી નિજધામ પ્રસ્થાન કર્યું હતું.[૧][૨]
શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા સંચાલિત આ સ્થાનને એક ભવ્ય યાત્રાધામ અને પ્રવાસન સ્થળ તરીકે વિકાસ કરવાની યોજના પર કામ ચાલી રહ્યું છે.
સોમનાથ, વેરાવળ અને ભાલકા વગેરે સ્થળો સુધી પહોંચવું એકદમ સરળ છે, કારણ કે આ વિસ્તાર સડક માર્ગ, રેલ માર્ગ અને હવાઈ માર્ગ દ્વારા રાષ્ટ્રીય ધોરણે સારી રીતે જોડાયેલ છે. નજીકનું રેલવે સ્ટેશન વેરાવળ અને નજીકનાં હવાઈમથકો દીવ અને રાજકોટ છે.
Tag :
JOVALAYK STHALO