૧૦ ફૂટ ઊંડા કુવામાં એક દેડકો છે. તે બહાર આવવાના પ્રયત્નમાં દિવસે ૫ ફૂટ ઉંચે ચડે છે, પરંતુ રાત્રે ૪ ફૂટ નીચે ઉતરી જાય છે. તો આ દેડકો કેટલામે દિવસે કુવામાંથી બહાર આવશે ?
કોયડા ૧ જવાબ જુઓ
કોયડા ૨
એવી કઈ અટક છે, જે ગુજરાતીમાં લખીએ તો બે (૨) અક્ષર છે, પરંતુ તેને અંગ્રેજીમાં લખીએ તો નવ (૯) અક્ષર થાય છે ?
કોયડા ૨
એવી કઈ અટક છે, જે ગુજરાતીમાં લખીએ તો બે (૨) અક્ષર છે, પરંતુ તેને અંગ્રેજીમાં લખીએ તો નવ (૯) અક્ષર થાય છે ?
કોયડા ૨ જવાબ જુઓ
કોયડા ૩
વોલીબોલની એક સ્પર્ધામાં ૫૦ ટીમ ભાગ લઇ રહી છે. જો નોકઆઉટ પદ્ધતિથી (જે ટીમ હારી જાય તે સ્પર્ધામાંથી બહાર થાય) રમત રમાડવામાં આવે તો વિજેતા નક્કી કરવા માટે કુલ કેટલી ગેમ રમાડવી પડે?
કોયડા 3 જવાબ જુઓ
કોયડા 4
એક વૈજ્ઞાનિકે જંતુની એવી એક જાત શોધી કે જે બીજા દિવસે બમણાં થઇ જાય છે. હવે એક બરણીમાં આવા એક જંતુને મૂક્યું, તો ૧૦૦મા દિવસે આ બરણી જંતુઓથી પૂરી ભરાઈ ગઈ.
તો હવે તમે બતાવો કે કયા દિવસે આ બરણી અડધી ભરાઈ હશે?
કોયડા 4 જવાબ જુઓ
કોયડો 5
છગન એક દુકાનમાંથી રૂ.૬ નાં બિસ્કીટ ખરીદે છે અને રૂ.૧૦ની નોટ આપે છે. દુકાનદાર આ નોટ તેની બાજુની દુકાનમાં આપી છુટ્ટા લાવે છે અને છગનને બાકીના પૈસા આપી દે છે.
પાછળથી આ રૂ.૧૦ની નોટ ખોટી નીકળવાથી આ દુકાનદાર તેના પાડોશીને રૂ.૧૦ ચૂકવી દે છે.
હવે જો આ બિસ્કીટની ખરીદકિંમત રૂ. ૩ હોય, તો દુકાનદારને કુલ કેટલી ખોટ ગઈ?
સાચો જવાબ જોવા માટે અહીં ક્લિક કરો.
કોયડો 6
એક દુકાનદાર રૂ.૬૦ની ખરીદકિંમતની એક પેન રૂ.૭૦માં વેચે છે. બીજા દિવસે તે આ જ પેન રૂ.૮૦માં પાછી લે છે અને રૂ.૯૦માં ફરીથી વેચે છે. તો આ દુકાનદારને કુલ કેટલો નફો થયો?
સાચો જવાબ જોવા માટે અહીં ક્લિક કરો.
તમે એક દોડવાની સ્પર્ધામાં ભાગ લઇ રહ્યા છો. દોડતી વખતે તમે બીજા નંબરના સ્પર્ધકની આગળ નીકળી જાઓ છો, તો તમે ક્યા સ્થાન ઉપર પહોંચો?
કોયડો 7
તમે એક દોડવાની સ્પર્ધામાં ભાગ લઇ રહ્યા છો. દોડતી વખતે તમે બીજા નંબરના સ્પર્ધકની આગળ નીકળી જાઓ છો, તો તમે ક્યા સ્થાન ઉપર પહોંચો?
સાચો જવાબ જોવા માટે અહીં ક્લિક કરો.
કોયડો 8
ધારો કે તમે તેલના વેપારી છો. એક ઘરાક તમારી પાસે ૪ લિટર તેલ લેવા આવે છે. પણ તમારી પાસે ફક્ત ૫ લિટર અને ૩ લિટરનાં માપીયાં જ છે. તો તમે આ ઘરાકને ૪ લિટર તેલ કઈ રીતે ભરી આપશો?
સાચો જવાબ જોવા માટે અહીં ક્લિક કરો.
કોયડો 9
તમારી પાસે બે એકસરખી મીણબતીઓ છે, જે ૧ કલાક ચાલે છે. હવે આ મીણબતીઓની મદદથી ૪૫ મીનીટનો સમય કઈ રીતે માપી શકાય?
કોયડો 10
જો જો હોં !!
પેન કે કેલ્ક્યુલેટરની મદદ લીધા સિવાય મનમાં ગણતરી કરીને જવાબ આપવાનો છે.
૧૦૦૦ માં ૪૦ ઉમેરો.
બીજા ૧૦૦૦ ઉમેરો.
હવે ૩૦ ઉમેરો.
વળી ૧૦૦૦ ઉમેરો.
હવે ૨૦ ઉમેરો.
બીજા ૧૦૦૦ ઉમેરો.
હવે ૧૦ ઉમેરો.
કુલ કેટલા થયા ?
સાચો જવાબ જોવા માટે અહીં ક્લિક કરો.
કોયડો 11
હવે આ કોયડો સહેલો છે કે અઘરો તે તમે જ નક્કી કરો.
છ વરુ છ મીનીટમાં છ ઘેટાં પકડે છે. તો ૬૦ મીનીટમાં ૬૦ ઘેટાં પકડવા માટે કેટલાં વરુની જરૂર પડે?
સાચો જવાબ જોવા માટે અહીં ક્લિક કરો.
કોયડો 12
કિશન, રાધા અને તેમનો ડોગી ટોમી સવારે ચાલવા નીકળ્યા છે. કિશન કલાકના ૫ કિમી ની ઝડપે ચાલે છે, રાધા કલાકના ૪ કિમી ની ઝડપે ચાલે છે અને ટોમી કલાકના ૧૦ કિમી ની ઝડપે ચાલે છે. હવે ટોમી સતત રાધા પાસેથી કિશન તરફ અને કિશન પાસેથી રાધા તરફ દોડ્યા કરતું હોય, તો તે એક કલાકમાં કેટલું અંતર કાપશે ?
સાચો જવાબ જોવા માટે અહીં ક્લિક કરો.
કોયડો નં. 13
હવે એક કોયડો અંકગણિત –Arithmatic નો લઈએ.
એક પ્રોફેસર કરિયાણાની દુકાનમાં ગયા અને રૂ. ૭૦ ના સાબુ ખરીદ્યા. હવે તેમના પાકીટમાં ફક્ત ૫૦ અને ૧૦૦ રૂપિયાની નોટો જ હતી. પરંતુ ધૂની પ્રોફેસરે રૂ. ૫૦ ની બે નોટ આપવાને બદલે ભૂલથી રૂ. ૧૦૦ ની બે નોટ આપી. સામે દુકાનદાર પણ એવો જ ધૂની હતો. તેણે રૂ. ૧૦ ની ત્રણ નોટ પછી આપવાને બદલે ભૂલથી રૂ. ૫૦ ની ત્રણ નોટ આપી. તો આ વ્યવહારમાં કોણ અને કેટલી ખોટમાં ગયું?
સાચો જવાબ જોવા માટે અહીં ક્લિક કરો.
કોયડો 14
પાણીની એક ટાંકી ભરવા માટે તેમાં ચાર નળ મૂકેલ છે. પહેલા નળથી આ ટાંકી ૬ કલાકમાં ભરાય છે. બીજા નળથી ૧૨ કલાકમાં, ત્રીજા નળથી ૧ દિવસમાં અને ચોથા નળથી ૨ દિવસમાં ટાંકી ભરાય છે. તો હવે તમે કહો કે જો ચારેય નળ એકસાથે ખુલ્લા રાખીએ, તો આ ટાંકી કેટલા સમયમાં ભરાશે?
કોયડો 15
હવે થોડો અઘરો કોયડો લઇએ:
સ્વિસ ક્રોસ તરીકે જાણીતી નીચેની આકૃતિ મુજબના લાકડાના પાટિયાના ચાર એકસરખા એવા ભાગ કરો જેનાથી લંબચોરસ આકૃતિ બનાવી શકાય.
જવાબ જાણવા માટે અહીં ક્લિક કરો
હવે થોડો અઘરો કોયડો લઇએ:
સ્વિસ ક્રોસ તરીકે જાણીતી નીચેની આકૃતિ મુજબના લાકડાના પાટિયાના ચાર એકસરખા એવા ભાગ કરો જેનાથી લંબચોરસ આકૃતિ બનાવી શકાય.
જવાબ જાણવા માટે અહીં ક્લિક કરો
Tag :
કોયડાઓ