જુદાજુદા સમયમાં થતી કોઈ એકસરખી ક્રિયાના કોયડા ઉકેલવા માટે એક એકમમાં કેટલું કાર્ય થાય છે તે જાણવું જરૂરી બને છે. અર્થાત આ કોયડામાં એક કલાકમાં કેટલી ટાંકી ભરાશેતે પહેલાં જાણવું જોઈએ.
હવે પહેલા નળથી ૬ કલાકમાં ટાંકી ભરાય છે, અર્થાત ૧ કલાકમાં ૧/૬ ટાંકી ભરાશે.
આજ રીતે બીજા, ત્રીજા અને ચોથા નળથી ૧ કલાકમાં ૧/૧૨, ૧/૨૪ અને ૧/૪૮ ટાંકી ભરાશે.
હવે ચારેય નળ ખુલ્લા રાખીએ તો ૧ કલાકમાં ૧/૬ + ૧/૧૨ + ૧/૨૪ + ૧/૪૮ = ૧૫/૪૮ ટાંકી ભરાશે.
એટલા માટે પૂરી ટાંકી ભરવા માટે ૪૮/૧૫ કલાક એટલે કે ૩ કલાક ૧૨ મિનીટ લાગશે.