કોયડો (૨)નો જવાબ
આવી બે અક્ષરની અટક છે “છુંછા” જેના માટે અંગ્રેજીમાં પૂરા નવ અક્ષરનો ઉપયોગ કરવો પડે છે -Chhhunchha.
(આ કોયડો મેં પોતે જ વિચારેલ છે અને તેના દ્વારા મારા સ્કુલના એક મિત્ર, જેની અટક છુંછા હતી, તેને યાદ કરેલ છે. પરંતુ જો તમે આ સિવાય બીજી કોઈ અટક શોધી કાઢી હોય, તો જરૂરથી અહીં જણાવશો).
આ કોયડા વિષે થોડી શૈક્ષણિક ચર્ચા પણ કરી લઈએ, કે જો કોઈએ ‘છુંછા’ અટક સાંભળી જ ના હોય, તો તે વ્યક્તિ આ કોયડો કઈ રીતે ઉકેલે.
મોટાભાગના ગુજરાતી મૂળાક્ષરોનો અંગ્રેજીમાં અનુવાદ કરીએ તો એક અથવા બે અંગ્રેજી અક્ષરની જરૂર પડે છે. પરંતુ ગુજરાતી કક્કાના ફક્ત ત્રણ જ મૂળાક્ષર એવા છે, જેમના માટે અંગ્રેજીમાં ત્રણ અક્ષરની જરૂર પડે છે. આ ત્રણ ગુજરાતી મૂળાક્ષર છે: છ, ક્ષ અને જ્ઞ. એટલે આ કોયડો ઉકેલવા માટે આ ત્રણ અક્ષરોનો ઉપયોગ થતો હોય તેવી કોઈ અટક શોધી કાઢવી પડે. વળી આ ગુજરાતી અટકના અક્ષરો આકારાન્ત, ઇકારાન્ત અથવા ઉકારાન્ત હોય અને અનુસ્વાર પણ હોય, તો વધુમાં વધુ અંગ્રેજી અક્ષરની જરૂર પડે. આટલું વિચારીને આ કોયડો ઉકેલી શકાય.
એક સ્પષ્ટતા : ક્ષ અને જ્ઞ વાસ્તવમાં સ્વતંત્ર અક્ષર નથી, પરંતુ જોડાક્ષ્રર છે (ક્ષ = ક + શ અને જ્ઞ = ગ + ન) અને તેના જેવા જ બીજા બે ગુજરાતી જોડાક્ષ્રર પણ ઘણા જાણીતા છે: ત્ર (ત + ર) અને શ્ર (શ + ર). પરંતુ ગુજરાતી કક્કામાં મૂળાક્ષર તરીકે ફક્ત ક્ષ અને જ્ઞ નો જ સમાવેશ થયેલ છે.
Important: Please always Check and Confirm the above details with the official website and Advertisement / Notification.
Tag :
કોયડાઓ