બાળસાહિત્યકાર રમણલાલ સોની
રમણલાલ સોનીનો જન્મ તા. ૨૫-૦૧-૧૯૦૮ નારોજ સાબરકાંઠા જીલ્લાના કોકાપુર ગામે થયો હતો. શાળાના અભ્યાસ દરમિયાન વલ્લભભાઇ પટેલનું ભાષણ સાંભળી સ્વાતંત્ર્ય સંગ્રામમાં જોડાઇ ગયા હતા, ત્યારથી તેમણે ખાદી સ્વીકારી લીધી હતી. લડત દરમિયાન જેલવાસ ભોગવ્યો હતો. અભ્યાસ પૂર્ણ કર્યા બાદ મોડાસાની હાઇસ્કૂલમાં શિક્ષક તરીકે જોડયા. લેખનમાં એમણે બાળ સાહિત્યનું ક્ષેત્ર સ્વીકાર્યું એમનાં પુસ્તક ‘રંગ રંગ વાદળિયાં ‘ માટે એમને NCERT નો પુરસ્કાર મળ્યો હતો.એમણે કથા સાહિત્યની સાથે સાથે સુંદરબાળ કાવ્યો પણ આપ્યાં છે. ‘રીંછ એકલું ફરવા ચાલ્યું...’કથાગીત બાળકોમાં ખૂબ પ્રિય બન્યું છે. ‘બાલમંદિરના બાલનાટકો’,’થાથા થેઇ થેઇ’ વગેરે એમનાં બાળનાટ્ય સંગ્રહો છે. એમને બાળ સાહિત્યનો ’ગિજુભાઇ બધેકા એવોર્ડ’ તથા રણજીતરામ સુવર્ણ ચંદ્રક એનાયત કરાયો છે.
Important: Please always Check and Confirm the above details with the official website and Advertisement / Notification.
Tag :
VYAKTI VISHESH