ચક્ષુઓનો તારણહાર લૂઇ બ્રેઇલનો જન્મ ઇ.સ.1809 માં પેરિસમાં થયો હતો.ત્રણ વર્ષની વયે રમતાં રમતાં લોખંડની આર અકસ્માતે વાગી જતાં આંખ ફૂટી ગઇ અને પછી ચેપ લાગવાથી બીજી આંખ પણ જતી રહી. આમ બાળપણમાં જ સંપૂર્ણ અંધ બન્યો.લાકડીની મદદથી પિતાએ તેને ચાલતાં શીખવ્યું.શિક્ષક અને પોલીસે જગતની સુંદરતા-વિચિત્રતાનો પરિચય કરાવ્યો. વિદ્યાર્થી તરીકે તે ખૂબ જ તેજસ્વી હતો.શિક્ષક બન્યા પછી અંધજનો માટે સ્પર્શલિપિ વિકસાવી એના નામ પરથી ‘બ્રેઇલ લિપિ’ તરીકે આજે વિશ્વભરમાં જાણીતી છે.તેમણે માત્ર છ ટપકાં પર સ્પર્શલિપિ વિકસાવી અને પછી જીવનનો શેષ સમય તેણે અંધ બાળકો માટેની પેરિસની શાળામાં જ વિતાવ્યો.લૂઇ બ્રેઇલ ક્ષયરોગના હુમલાને કારણે 23/2/1852 ના રોજ અવસાન પામ્યા.ચન્દ્રવદન ચી.મહેતા તેમને અંજલિ આપતા લખે છે. “કુદરતની બલિહારીએ જે સળિયાએ લૂઇની આંખો છીનવી લીધી તે જ સળિયા-સોયાનો ઉપયોગ કરી તેમણે કાગળ પર કાણાં પાડીને એક એવી અદભુત લિપિ વિકસાવી કે જેની મદદથી દુનિયાના લાખો અંધજનોને જ્ઞાનના દિવ્ય પ્રકાશમાં પ્રવેશવાનું સદભાગ્ય પ્રાપ્ત થયું. લૂઇ ભલે આજે સદેહે આ પૃથ્વી પર નથી,પરંતુ બ્રેઇલ લિપિ દ્વારા તો એ જગતભરમાં વિહરી રહ્યાં છે અને દીર્ધકાળ સુધી વિહરશે.ધન્ય છે લૂઇ બ્રેઇલને ! જેમણે લિપિ શોધીને અંધકારમય ભાવિમાં શિક્ષણની જ્યોત પ્રસરાવી દીધી. Important: Please always Check and Confirm the above details with the official website and Advertisement / Notification.
Tag :
VYAKTI VISHESH