બનાર્ડ શોએ વિશ્વના ઘડવૈયા તરીકે જે આઠ વૈજ્ઞાનિકો ગણાવ્યાં છે. તેમાંના એક આઇન્સ્ટાઇનનો જન્મ 14/3/1879 ના રોજ જર્મનીમાં થયો હતો. આલ્બર્ટ આઇન્સ્ટાઇન એક ઊંચા દરજ્જાના વૈજ્ઞાનિક હતા. નવીનતમ શોધોને કારણે હાલના યુગમાં પણ તેમની એક વિજ્ઞાની તરીકે નોંધપાત્ર ગણના થાય છે. તેમણે પદાર્થવિજ્ઞાન અને ગણિત વિષયનું શિક્ષણ લીધું. 26 વર્ષની ઉંમરે તેમનો ‘સાપેક્ષવાદ’ અંગેનો લેખ પ્રસિદ્ધ થયો હતો. ખગોળશાસ્ત્રીઓએ ખગ્રાસ ગ્રહણના ફોટા દ્વારા તેમના સિદ્ધાંતની સાબિતી આપી. વિજ્ઞાન ક્ષેત્રે શ્રેષ્ઠ સંશોધન માટે નોબેલ પારિતોષિક મળ્યું. પશ્વિમની સત્તાઓના પાશવી બળ સામે ગાંધીજીની માનવતાની વાતોએ તેમના માટે ભક્તિભાવના ઊભી કરી હતી. ઇઝરાયેલ તરફથી આઇન્સ્ટાઇનને ‘રાષ્ટ્રપતિ’ બનવા માટે ઓફર થઇ હતી ત્યારે તેમણે અસ્વીકાર કરતા કહ્યું : ‘હું તો માત્ર વિજ્ઞાનની સમસ્યાઓ ઉકેલી જાણું, માનવ અને માનવીયતાને લગતા પ્રશ્નો સામે લડવાની મને આવડત જ નથી.’ એટમ બોમ્બના આવિષ્કાર માટે આ માણસે એટલા આંસુ વહાવ્યાં કે ભાગ્યે જ કોઇ માણસ એમની ઉત્તરાવસ્થામાં આટલું રડયો હશે. ઇ.સ.1955માં 76 વર્ષની વયે આ મહાન વૈજ્ઞાનિકનું નિધન થયું. ‘ચોથા વિશ્વયુદ્ધ વખતે માનવજાત પાસે ફકત પથ્થરોના જ શસ્ત્રો રહેશે.’ એમ એમની આગાહી યાદ રાખીને વિશ્વશાંતિ જાળવી રાખીએ એ જ સાચી અંજલિ ગણાશે! Important: Please always Check and Confirm the above details with the official website and Advertisement / Notification.
Tag :
VYAKTI VISHESH