ગુજરાતી સાહિત્યમાં નવલકથા,નવલિકા, વિવેચન, અનુવાદો અને સંપાદન જેવા વિવિધ પ્રકારો દ્રારા પોતાની ઝળહળતી પ્રતિભા દાખવનાર સર્જક સુરેશ જોશીનો જન્મ સુરત જિલ્લાના વાલોડ ગામે ૩૦ મે ૧૯૨૧માં થયો હતો. એમ. એ. થઇ જીવનભર શિક્ષણકાર્યનો વ્યવસાય સ્વીકાર્યો સાથે સાથે સાહિત્યિક પ્રવૃતિઓ એટલી જ ગતિશીલ રાખી. તેમણે ‘ફાલ્ગુની’, ‘વાણી’, ‘મનીષા’, અને ‘ક્ષિતિજ’ જેવા સામયિકોનું સંપાદન કર્યુ હતું. ગુજરાતી સાહિત્યના ઇતિહાસમાં ક્રાંતિ લાવનાર તરીકે એમનું નામ સર્વદા બોલાયા કરશે. ‘પ્રત્યંચા’, “નવોન્મેષ”, ‘ઉપજાતિ’ જેવા કાવ્યસંગ્રહો અને ‘છિન્નપત્ર’, ‘કથાચક્ર’, ‘મરણોતર’ જેવી નવલકથાઓ આપી છે. એમને નર્મદ સુવર્ણચંદ્રક તથા રણજીતરામ સુવર્ણચંદ્રક એનાયત થયા હતા. ૬ સપ્ટેમ્બર ૧૯૮૬ના રોજ કિડનીની બિમારીથી નડીઆદ ખાતે તેમનું અવસાન થયું હતું Important: Please always Check and Confirm the above details with the official website and Advertisement / Notification.
Tag :
VYAKTI VISHESH