ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણન ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ સર્વપલ્લી રાધાકૃષ્ણન
સ્મૃતિમાં ‘ શિક્ષણ દિન’
તરીકે ઉજવાય છે તેવા મહાન વિચારક, ચિંતક તથા
રાષ્ટ્રીય શિક્ષણ પધ્ધતિના પ્રહરી ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનનો જન્મ તા. ૫/૯/૧૮૮૮ના
રોજ મદ્રાસના તિરૂતની ગામમાં થયો હતો. સમગ્ર વિશ્વમાં શિક્ષકોને ગૌરવ આપનાર ,
જ્ઞાનથી વધારે બીજું કંઈ પવિત્ર નથી. એ એમનો જીવનમંત્ર હતો. “કોઈપણ ભોગે સત્તા નહી પણ કોઈપણ ભોગે સેવા” એમ તેઓ
માનતા હતા. પૂર્વ પશ્ચિમના સેતુરૂપ વિચાર, આજીવન તત્વજ્ઞ
શિક્ષક, અસ્ખલિત વક્તા અને રાજપુરૂષ હતા. દર્શનશાસ્ત્રમાં
એમ.એ કરી તેઓ અધ્યાપક બન્યા. ત્યારપછી આંધ્રપ્રદેશ બનારસ યુનિવર્સિટીના કુલપતિ ,
રશિયાના એલચી અને ઓક્સફર્ડ યુનિવર્સિટીના નીતિશાસ્ત્રના પ્રાધ્યાપક
તરીકે નિમણૂંક મેળવનાર તેઓ પ્રથમ ભારતીય હતા. ત્યારપછી તેઓ ભારતના બીજા રાષ્ટ્રપતિ
બન્યા.એક મધ્યમવર્ગીય બ્રાહ્મણ પરિવારના બાળકે અસાધારણ સીધી હાંસલ કરીને દેશનું
સર્વોચ્ય પદ મેળવ્યું એ પ્રેરણા ગાથાને યાદ કરવા માટે પણ શિક્ષક દિવસની ઉજવણી ભારત
દેશમાં કરવામાં આવે છે. ડૉ. રાધાકૃષ્ણને યાદ કરીને તેમનું ઉદાહરણ વિદ્યાર્થીઓને
આપી બાળકોને અસાધારણસિદ્ધિ માટે અભિપ્રેરણ આપવામાં આવે છે.ભગવદગીતા અને ભારતીય
દર્શન તેમના અનન્ય ગ્રંથો હતા. મદ્રાસી પાઘડીવાળો, અદ્વિતીય
વેશ, હાથમાં ચબરખી રાખ્યા વિના સ્વસ્થ, પ્રાસાદિક અસ્ખલિત અંગ્રેજી ભાષામાં એ મંત્રમુગ્ધ થઈ જવાય તેવું વ્યાખ્યાન
આપતા હતા. યંત્ર અને ટેકનોલોજીના ક્ષેત્રે આગળ વધતા માનવને એની આગવી વિચારસરણી,
ભારતીય તત્વજ્ઞાનની દ્રષ્ટીનું અસરકારક અનુસંધાન દોર મેળવી આપનાર
ચિંતક સંધિ પુરૂષ હતા.બ્રહ્મસૂત્ર , ગીતા ઉપનિષદો દ્વારા એમની
મૌલિક દ્રષ્ટિનો પરિચય થયો. અંગ્રેજી ભાષાની અને સંસ્કૃત દર્શન સાહિત્યની
અભૂતપૂર્વ સિદ્ધિ સમૃદ્ધિ એમના વ્યાખ્યાનોમાં અને ગ્રંથોમાં જોવા મળે છે. ડો.
સર્વપલ્લી રાધાકૃષ્ણનની બુદ્ધિ પ્રતિભા અને માનવપ્રેમી વ્યક્તિત્વ ધરાવતા હતા.
શિક્ષક ઉપરાંત તેઓ એક ઉત્તમ રાજનીતિજ્ઞ પણ પુરવાર થયા. તેમનું અવસાન ૧૭ એપ્રિલ
૧૯૭૫ન રોજ ચેન્નાઈ ખાતે થયું હતું.
Important: Please always Check and Confirm the above details with the official website and Advertisement / Notification.