બળવંતરાય મહેતા
ભારતમાં
પંચાયતી રાજની સ્થાપનાના પુરસ્કર્તા,ગુજરાતા રાજ્યના તત્કાલીન મંત્રી શ્રી
બળવંતરાયનો જન્મ ઇ.સ. ૧૯૨૦ માં ભાવનગરમાં થયો હતો. અમદાવાદની ગુજરાત કૉલેજમાં
અભ્યાસ કરતા હતા. ત્યારે ગાંધીજીના સંપર્કમાં આવ્યા. શ્રી બળવંતરાયે સરદાર
વલ્લભભાઇના નેતૃત્વ હેઠળ નાગપુર ઝંડા સત્યાગ્રહમાં ભાગ લીધો પછી તો સત્યાગ્રહ
આંદોલનમાં અનેક વાર જેલયાત્રા કરી. તેઓ તે જમાનાના યુવાનો માટે પ્રેરણામૂર્તિ બની
ગયેલા. શિહોર મતવિસ્તારમાં યોજાયેલી વિધાનસભાની પેટા ચૂંટણીમાં વિજેતા બની તેઓ
ગુજરાતના મુખ્યમંત્રી બન્યા હતા.તા-૧૯-૦૯-૧૯૬૫ ના રોજ શ્રી બળવંતરાય મહેતા તેમના
પત્નિ સરોજબેન સાથે પાકિસ્તાને બોમ્બમારાથી તારાજ કરેલા મીઠાપુર-દ્વારકાની
મુલાકાતે જતા હતા ત્યારે અધવચ્ચે દુશ્મન વિમાનીઓના પ્રાણઘાતક હુમલાને કારણે તેઓ શહાદતને વર્યા.
Important: Please always Check and Confirm the above details with the official website and Advertisement / Notification.