જલારામ મંદિર, વીરપુર
🎪 વિક્રમ સંવત 1856 (ઈ.સ 1799) કારતક સુદ સાતમનાં રોજ પ્રધાન ઠક્કર અને રાજબાઇનાં ઘરે જલાનો જન્મ થયો.
⛳ ધાર્મિક માહાત્મ્ય:-
સંતભૂમિ સૌરાષ્ટ્રની અને એમાં રૂડું વીરપુર ગામ. બાપા જલારામ બિરાજતા અને રમતા સીતારામ જેના નામની અત્યારે ગામડે ગામડે અને શહેરે શહેરે બલિહારી ચાલે છે, જગત જેના નામના જાપ કરે છે એવા સમરક સંત જેનું નામ લઇએ તો મસ્તક ઝૂકી જાય. વીરપુરના જલારામ બાપાનું મંદિર આખા જગતમાં તથા દેશ-વિદેશમાં પણ પ્રસિદ્ધ છે.
સાધુવેશે જલારામ બાપાની કસોટી કરનાર ભગવાને પ્રસાદી રૂપે આપેલા ઝોળી અને ધોકો છે. કહેવાય છે કે આ ઝોળીમાં જલારામ બાપાએ રોટલાને સીવીને રાખ્યો છે. જેથી ક્યારેય સદાવ્રતમાં તથા ગામ વીરપુરમાં અન્નની ખોટ ઊભી ન થાય અને ઝોળી અને ધોકો હાલ વીરપુરના જલારામ બાપાના મંદિરમાં હજુ પણ હયાત છે.
ઇશ્વરે જલારામ બાપાની કસોટી કરી. તેઓ સાધુવેશ ધારણ કરી સદાવ્રત ચાલતું હતું ત્યાં પહોંચ્યા અને વીરબાઇમાની માગણી કરી હતી અને જલારામ બાપાએ તો વીરબાઇમાને પણ દાનમાં આપી દીધા હતા. એક દુ:ખદ પળે જલારામ બાપાને સદાવ્રત ખોલવાનો વિચાર આવ્યો.
વિક્રમ સંવત 1856 (ઈ.સ 1799) કારતક સુદ સાતમનાં રોજ પ્રધાન ઠક્કર અને રાજબાઇનાં ઘરે જલાનો જન્મ થયો. જલો ધીમે ધીમે મોટો થતો ગયો અને ફતેહપુરનાં ભોજા ભગતને ગુરૂ બનાવ્યા. ગુરૂ-શિષ્ય બન્ને ભગવાન રામમાં લીન રહેતા. ત્યાર બાદ તો વિરબાઇ મા સાથે લગ્ન કર્યા અને તેને પણ દુઃખિયા અને ભૂખ્યાની સેવામાં લગાવી દીધા. સંવત 1937 મહા વદ દસમે બુધવારે (23/2/1881) બાપાએ 81 વર્ષે વૈકુંઠવાસ કર્યો.
બાપાને સંતાનમાં એક દીકરી જમનાબાઈ હતી. જમનાબાઈના દીકરાના દીકરા હરિરામને બાપાએ પોતાના વારસ નીમ્યા હતા. જલારામ બાપાની પાછળ હરિરામે મોટો મેળો કરેલો, મેળામાં એક અજાણ્યો સાધુ આવી ચડ્યો. બધાને નમસ્કાર કરતો કરતો એ ભંડારઘરમાં ગયો.
ત્યાંથી એક લાડુ લઈ તેનો ભૂકો કરી તેણે ચારે દિશાએ વેર્યોને ‘અખૂટ! અખૂટ ભંડાર!’ બોલતો એ ક્યાં ચાલી ગયો તેની કોઈને ખબર પડી નહીં. આજે બાપાનો ભંડાર અખૂટ છે. 1999માં મંદિરમાં એકપણ રૂપિયો દાનમાં ન લેવાનો નિર્ણય કરાયો છે.
બાપાને સંતાનમાં એક દીકરી જમનાબાઈ હતી. જમનાબાઈના દીકરાના દીકરા હરિરામને બાપાએ પોતાના વારસ નીમ્યા હતા.
🎪 નિર્માણ:-
1799થી 1881 સુધી જલારામ બાપાએ અહીં જ નિવાસ કર્યો હતો. ત્યાર બાદ તેમનું નિવાસ સ્થાન મંદિર તરીકે પૂજાવા લાગ્યું.
🎪 મંદિરનાં મુખ્ય આકર્ષણો:-
મંદિરમાં બાપાને ધ્રાંગધ્રાના રાજાએ અનાજ દળવા આપેલી બળદ ચક્કી છે. આ સિવાય સાધુ વેશે બાપાની પરીક્ષા કરવા આવેલા મહાત્માએ બાપાના પત્ની વીરબાઈ માને પ્રસાદી રૂપે આપેલા ઝોળી અને ધોકો છે.
🕐 આરતીનો સમય :-
🔔 સવારે: 6.30 વાગ્યે
🔔 સાંજે: 7.00 વાગ્યે
👏 દર્શનનો સમય:- સવારે 6.30 વાગ્યાથી રાતના 9.30 વાગ્યા સુધી
🏢 મંદિર દ્વારા સંચાલિત અતિથિગૃહમાં રહેવાની ઉત્તમ સુવિધાઓ છે.
🚌 કેવી રીતે પહોંચવું:-
વીરપુર ગામ નેશનલ હાઈવે 8 પર વસેલું છે. અમદાવાદથી 250 કિમી, રાજકોટથી 54 કિમી, જૂનાગઢથી 45 કિમી દૂર છે. વીરપુર રોડ ટચ આવેલું હોવાથી અમદાવાદથી સૌરાષ્ટ્ર તરફ જતી દરેક બસ વીરપુર વાયા થઈને જાય છે. જેથી દરેક શ્રદ્ધાળુંને જવામાં સરળતા રહે છે.
વીરપુરમાં રેલવે સ્ટેશ પણ છે.
✈ નજીકનું એરપોર્ટ:- રાજકોટ
🎪 નજીકનાં મંદિરો:-
1). ખોડલધામ મંદિર(કાગવડ)- 6 કિમી.
2). સ્વામિનારાયણ મંદિર ગોંડલ- 19 કિમી
3). ભૂવનેશ્વરી મંદિર 19 કિમી.
1799થી 1881 સુધી જલારામ બાપાએ અહીં જ નિવાસ કર્યો હતો. ત્યાર બાદ તેમનું નિવાસ સ્થાન મંદિર તરીકે પૂજાવા લાગ્યું. રહેવાની સુવિધા છે. મંદિર દ્વારા સંચાલિત અતિથિગૃહથી લઈ ખાનગી હોટલ્સમાં રહેવાની ઉત્તમ સુવિધાઓ છે. આ ઉપરાંત મંદિર પરિસરમાં જ ભોજનશાળા છે. જેમાં બપોરે અને રાત્રે ભક્તોને પ્રસાદ આપવામાં આવે છે. ખાનગી ગેસ્ટહાઉસમાં 500 રૂપિયાથી 3000 સુધી રૂમ મળી શકે. જેમાં એસી અને નોન એસીના અલગ-અલગ ચાર્જ હોય છે.
📃 બુકિંગ કેવી રીતે:-
અતિથિગૃહમાં ઓનલાઈન બુકિંગ નથી પણ વહેલા તે પહેલાંના ધોરણે રૂમ મળી રહે છે.
🎪 સંચાલન:- જલારામ બાપાના પરિવારજનો દ્વારા કરવામાં આવ્યું છે.
📝 સરનામું:- મું. વીરપુર(જલારામ), તા. જેતપુર, જિ.રાજકોટ.
☎ ફોન નંબર:- જલારામા અતિથિ ગૃહ- 02823 281530, 02823 281430
Important: Please always Check and Confirm the above details with the official website and Advertisement / Notification.
Tag :
JOVALAYK STHALO