Education News, Current Affairs, G.K., TET/TAT/HTAT Materials, All Exam Result & All Job Updates By JIGAR PRAJAPTI .One Step Ahead In Education....

🎊 āŠ…āŠ•્āŠ·āŠ°āŠĶેāŠ°ી 🎊

🎪 વસંત પંચમી એટલે શાસ્ત્રીજી મહારાજની જન્મજયંતી પણ સાથે આ વર્ષે એટલેકે મહા સુદ પાચમ, સવંત ૨૦૭૩ના રોજ ગોંડલ અક્ષરદેરીનું ૧૫૦મુ વર્ષ શરું થવા જઈ રહ્યું છે. ત્યારે ગુણાતીતાનંદ સ્વામી અને અક્ષરદેરી વિષેની થોડી વાતો આપણે જાણીશું તથા તેનો મહિમા સમજવાનો પ્રયાસ કરીશું.

ગુણાતીતાનંદ સ્વામી
🎪 અક્ષરદેરી એટલે જ ગુણાતીતાનંદ સ્વામીની સમાધિ અને ગુણાતીતાનંદ સ્વામી એટલે સ્વામીનારાયણ ભગવાનની ઓળખાણ સામાન્ય માણસ સુધી પહોચાડનાર. તેમના ધામમાં જવાની અંતિમ રાતનો પ્રસંગ જાણવું તો તે કઈ આ પ્રમાણે છે. તે દિવસે સ્વામીશ્રી એ કહ્યું “આજે તો સવારે ગુવારફળીનું શાક ખાધું, અને વળી બે વખત જમ્યા તેમાં વાયુ થઇ ગયો છે.” પછી સંતોએ શેક કરી આપ્યો તથા ગરમ ઔષધી અજમો, જાવંત્રી વગેરે આપ્યા પછી સ્વામીએ કહ્યું હવે મને ઠીક છે તમે લોકો જઈને આરામ કરો. બધા સંતોના ચાલ્યા જવા પછી સ્વામીજી મહારાજની બેઠકની પ્રદક્ષિણા કરવા લાગ્યા અને પછી થાંભલાને ઓથીકણ આપી સ્વસ્તિક આસનની મુદ્રામાં ધ્યાન કરવા લાગ્યા. સવંત ૧૯૨૩ની આસો સુદ ૧૩ની રાત્રીના પોણા વાગ્યે સ્વામીશ્રીએ સ્વતંત્ર થકા દેહ ત્યાગ કરીને પોતાની દેહલીલા સંકેલી લોધી.

🎪 બીજા દિવસે ગોંડલમાં, આગ જેમ સમાચાર પ્રસરી ગયા, પછી ગોંડલ નરેશ સંગ્રામસિંહજીના આદેશથી વિમાન આકારની પાલખીમાં બેસાડીને સ્વનીશ્રીના અંતિમ સંસ્કાર ગોંડલની ગોંડલી નદીના કિનારે કરવામાં આવ્યા. ત્યાર બાદ થોડા દિવસ પછી ૨૮ નવેમ્બર, ૧૮૬૭થી ગોંડલના મહારાણી મોંઘીબા અને ગણોંંદના મહારાજા અભયસિંહ દરબારની દેખરેખ નીચે અક્ષરદેરી બનાવાનું કામ શરુ થયું. ૨૯ જાન્યુઆરી,૧૮૬૮ના દિવસે કામ પૂર્ણ થયું. અક્ષરદેરીના માળખાની પ્રેરણા ગોંડલમાં આવેલ નવલખા પેલેસના ઝરૂખામાંથી લેવામાં આવી છે. પછી વસંતપંચમીના દિવસે જૂનાગઢના બાલમુકુન્દ સ્વામીએ સ્વામીનારાયણના પવિત્ર પગલાની સ્થાપના કરી સાથે મોંઘીબા દ્વારા અક્ષર અને પુરુષોત્તમની છબી મુકવામાં આવી.

નવલખા પેલેસનો ઝરુખો, ગોંડલ
🎪 કહેવાય છે કે દેવપોઢી એકાદશીના દિવસે નારાયણદાસ નામના હારી ભગતને ગુણાતિતાનંદ સ્વામીએ સપનામાં આવીને કહ્યું કે અક્ષરદેરીએ ત્રણ શિખર બદ્ધ મંદિર બનાવો. ત્યાર બાદ મંદિર બનાવવા માટે જમીન મેળવવાનો શીલશીલો શરુ થયો. જમીન લેવા સંબંધી કાર્યવાહી હરિભાઈ અમીન કરી રહ્યા હતા. તેઓએ શાસ્ત્રીજી મહારાજને કહ્યું: “ગોંડલના મહારાજા ભગવતસિંહજીએ બે લાખ રૂપિયામાં તે જમીન આપવાનું કબૂલ કર્યું છે.” આ સાંભળી હસતાં હસતાં શાસ્ત્રીજી મહારાજ કહેઃ “એટલી રકમ ન હોય!” હરિભાઈ કહેઃ “સ્વામી! કેટલી રકમ વ્યાજબી કહેવાય?” ; “પચીસ હજાર.” શાસ્ત્રીજી મહારાજ બોલ્યા. હરિભાઈ તો આ સાંભળી સ્તબ્ધ બની ગયા. પરંતુ વિશેષ આશ્ચર્ય તો તેઓને ત્યારે થયું જ્યારે ગોંડલ મહારાજાએ દોઢ લાખ રૂપિયાની કિંમતે નૂરમહંમદ શેઠને વેચેલી આ જમીન, તે વેચાણખત રદ કરીને પચીસ હજાર રૂપિયાની મામૂલી રકમમાં વેચવાનું નક્કી કર્યું. પરંતુ શર્ત એટલી રાખી કે મંદિર ત્રણ વર્ષમાં પૂર્ણ થવું જોઈએ, અક્ષરદેરીની ઉપર મંદિર બનવું જોઈએ અને ઓછામાં ઓછો ૧૦ લાખ ખર્ચ થવો જોઈએ. રાજ્યના હિતમાં એક દોકડાનું પણ નુકસાન સહન ન કરનાર મહારાજાએ આટલી સામાન્ય રકમમાં અક્ષરદેરીની જમીન આપી તે શાસ્ત્રીજી મહારાજની જ પ્રેરણા છે.
🎪 ૧૮ જાન્યુઆરી, ૧૯૩૨ના રોજ શાસ્ત્રીજી મહારાજે ગોંડલ મહારાજની હાજરીમાં અક્ષર મંદિરનું ભૂમિ પૂજન કર્યું. અક્ષરસ્વરૂપદાસ સ્વામીની દેખરેખ તથા  સ્વામી જ્ઞાનજીવનદાસ અને બીજા સંતો સ્વયંસેવકોની મદદ થી મંદિરનું કામ શરુ થયું. ૨૪ મે, ૧૯૩૪માં મંદિરમાં શાસ્ત્રીજી મહારાજના હસ્તે અક્ષરપુરુષોત્તમની મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવી તથા જ્ઞાનજીવનદાસ સ્વામીને મહંત તરીકે નીમવામાં આવ્યા.

તે સમયનું અક્ષર મંદિર
🎪 અક્ષરદેરી પૂજ્ય સંતોનું પ્રિય સ્થળ પણ રહ્યું છે, યોગીજી મહારાજનું પ્રિય સ્થળ ગોંડલ હતું. તેમના પર લખાયેલ કીર્તન જે મારું પ્રિય કીર્તન છે,
એની જ્યોતિ જગ મગ થાય, એની જ્યોતિ જગ મગ થાય યોગી દેરીય ખેલે;

ગાણા ગુણાતીત કેરા ગવાય, ગાણા ગુણાતીત કેરા ગવાય યોગી દેરીય ખેલે.
🎪 યોગીજી મહારાજની સ્મુતી માટે ત્યાં યોગી સ્મુતી ગૃહ પણ બનાવામાં આવ્યું. ૧૦ જાન્યુઆરી ૧૯૪૦ના રોજ પ્રમુખ સ્વામીને શાસ્રીજી મહારાજની હાજરીમાં દીક્ષા આપવામાં આવી. એજ રીતે યોગીજી બાપાએ અક્ષરદેરીની પ્રદક્ષિણા કરતી વખતે મહંત સ્વામી અને ડોક્ટર સ્વામીને સાધુ બનાવાની વાત કરી હતી.

🎪 એક વખત ગોંડલમાં યોગી બાપને સાપ કરડ્યો ત્યારે શાસ્ત્રીજી મહારાજને અક્ષરદેરી પર અપાર શ્રધ્ધા એટલે તેમને કહ્યું કે યોગીને દેરીમાં લઈ જાવ અને આપણે ધૂન કરીએ. આ વાતની જાણ ભગવતસિંહજી ને થતા તેમણે સંદેશો મોકલ્યોકે અમે હમણા ડોક્ટરને બોલવાની વ્યવસ્થા કરીએ છીએ, ત્યારે શાસ્ત્રીજી મહારાજે ના પાડતા કહ્યું અક્ષરદેરી બધાનું ભલું કરશે. શાસ્ત્રીજી મહારાજના વિશ્વાસને લીધે ૧૨ કલાકમાં તે ઝેરી સાપનું ઝેર ઉતારી ગયું અને યોગીજ

Important: Please always Check and Confirm the above details with the official website and Advertisement / Notification.
0 C "🎊 āŠ…āŠ•્āŠ·āŠ°āŠĶેāŠ°ી 🎊"

Search This Blog

© Copyright 2019 at www.jigarpajapati.blogspot.com

Disclaimer :
The Examination Results / Marks published in this Website is only for the immediate Information to the Examinees an does not to be a constitute to be a Legal Document. While all efforts have been made to make the Information available on this Website as Authentic as possible. We are not responsible for any Inadvertent Error that may have crept in the Examination Results / Marks being published in this Website nad for any loss to anybody or anything caused by any Shortcoming, Defect or Inaccuracy of the Information on this Website.
Back To Top