જૈનોના મહત્વના તહેવાર પર્યુષણનો શુક્રવારથી પ્રારંભ થયો છે, પર્યુષણ એ જૈનત્વના સૌથી મોટા પર્વમાંનો એક છે. પર્યુષણનો સમય ગાળો આઠ દિવસનો હોય છે. અને આ પર્વ ચોમાસાના ચાર મહિના દરમ્યાન આવે છે, જ્યારે સાધુ સાધ્વીજીઓ ચાર માસના કાળ માટે એક સ્થળે સ્થિરવાસ રહે છે.આ અવસરે આઠ દિવસ સુધી સવાસ-સાંજ સામુહિક પ્રતિક્રમણ, ભક્તામર પાઠ તેમજ સ્નાત્ર પૂજા, બપોરે સ્વાધ્યાય તેમજ બાળકો માટે ભજન તેમજ દીપ સંધ્યા પ્રતિયોગીતા પણ હોય છે. આ દિવસોમાં જૈન સમાજના લોકો પુરી ભક્તિભાવથી પૂજા વિધી કરતા હોય છે.
આ સમયે ગુજરાતમાં આવેલા જૈનોનાં પવિત્ર ધામ પાલિતાણા અને મહુડીમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. મહુડી એક બીજી રીતે પણ વિખ્યાતી પામ્યુ છે. મહુડી મંદિર સંકુલમાં બનતી સુખડીની પ્રસાદીનું પણ અનેરૂ મહત્વ માનવામાં આવે છે. અહીંયા એક માન્યતા પણ પ્રચલિત છે કે અહીંયા મળતો સુખડીનો પ્રસાદ આપણે તે મંદિરનાં પરિસરની બહાર લઈ જઈ શકતાં નથી કેમકે તેને બહાર લઈ જવાથી તે વ્યક્તિ સાથે કંઈક ખોટુ બને છે.
ગાંધીનગરની લગભગ પાત્રીસ કિલોમીટરના અંતરે આવેલા મહુડી ગામમાં ઘંટાકર્ણ મહાવીર જૈનનું ભવ્ય મંદિર આવેલુ છે. મહુડી જૈનોનું પવિત્ર યાત્રાધામ છે. આ યાત્રાધામ જૈનોના ર૪ તીર્થક્ષેત્રમાંનું એક છે અને તે પણ પોતાનું વિશેષ મહત્ત્વ ધરાવે છે. આ જૈન મંદિરનું સંકુલ લગભગ બે કિલોમીટર જેટલા વિસ્તારમાં પથરાયેલું છે. અહીંયા ઘંટાકર્ણ ભગવાનનું મુખ્ય મંદિર આવેલું છે. જેની ટોચે સોનાનો કળશ છે. આ આખું મંદિર આરસપહાણથી બનેલું છે, અહીંના દેરાસરમાં ઘંટાકર્ણજી તેમજ પદ્માવતી માતાના મંદિરોનો મહિમા મોટો છે. જૈન તેમજ જૈનેતર સમાજના હજારો યાત્રાળુઓને તહેવારો અને રજાઓના દિવસે આકર્ષે છે.
ઉત્તર ગુજરાતના મહુડી ખાતે આવેલા ઘંટાકર્ણ મહાવીર જૈનના આ ભવ્ય મંદિરમાં ભગવાનને ચડાવાતા પ્રસાદનું અનેરૂ મહત્વ રહેલું છે. મહુડી ખાતેના આ જૈન દેરાસરમાં ઘંટાકર્ણ મહાવીરને સુખડી ચડાવાય છે અને તેને પ્રસાદ તરીકે વહેંચાય છે. મહાવીરને પ્રસાદ તરીકે ચડાવાતી સુખડીના પ્રસાદનો એવો નિયમ છે કે તેને ત્યાંજ ખાવી પડે છે તેને મહુડી બહાર લઈ જઈ શકાતી નથી. ધાર્મિક માન્યતાથી શરૂ થયેલી આ વાત અત્યારે કદાચ સામાજિક દૃષ્ટિએ કહીએ તો એ રીતે સારી છે કે, દરેક વ્યક્તિને ત્યાં સુખડી મળી રહે. ઘંટાકર્ણ મહાવીરને સુખડી પ્રિય હોવાથી તેમને સુખડીનો પ્રસાદ ધરાવવામાં આવે છે.
ઘંટાકર્ણજીને આ દેરાસરના પ્રાંગણમાં જ બનેલી સુખડીનો પ્રસાદ ધરાવવાની પ્રથા છે. આ સુખડી ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે, પરંતુ તે પ્રાંગણમાં જ ખાઈને અથવા ગરીબ-ગુરબાને આપીને પૂરી કરવાની હોય છે. લોકવાયકા અનુસાર અહીં બનતી પ્રસાદી ઘંટાકર્ણ મહારાજને અર્પણ કર્યાં બાદ ત્યાં જ પૂરી કરવાનો નિયમ છે. મંદિર પ્રાંગણમાંથી પ્રસાદી બહાર લઈ જવા પર નિષધ છે. લોકવાયિકા અનુસાર પ્રસાદીને મંદિર બહાર લઈ જવાનો પ્રયત્ન કરવાવાળો કોઈ સફળ થઈ શક્યાં નથી.
મહુડી ગામે આવેલું આ તીર્થક્ષેત્ર ર૦૦૦ વરસ જેટલું પ્રાચીન હોવાનું ગણાય છે. હાલના દેરાસરની તથા ઘંટાકર્ણ મહાવીરના સ્થાનની પ્રતિષ્ઠા વિક્રમ સંવત ૧૯૭૪ અને વિક્રમ સંવત ૧૯૮૦માં થયેલ છે. મહુડી તીર્થમાં રહેવા માટેની પણ ઉત્તમ વ્યવસ્થા રાખવામાં આવી છે. મહુડીમાં બહારથી આવતા શ્રદ્ધાળુ માટે ગેસ્ટ હાઉસની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. જ્યારે જમવા માટે સારી ભોજનાલય છે જેમાં ખૂબ જ વાજબી ભાવે જમવાનું મળી રહે છે. આમ મહુડી જૈનો અને જૈનેતર માટે મહત્વનું તીર્થધામ બની ગયું છે.
સેંકડો વર્ષ પ્રાચીન મહુડી ગામમાં અતિ પ્રાચીન શ્રી પદ્મપ્રભુસ્વામી ભગવાનનું જિનાલય હતું. જે સાબરમતી નદીના અતિ પ્રચંડ પૂરના કારણે ગામ ભયમાં આવી જતાં અગ્રણી જૈનોએ નવા ગામમાં વસવાટ કર્યો અને નૂતન જિનાલય નિર્માણ કરાવ્યું. મૂળનાયક શ્રી પદ્મપ્રભસ્વામી ભગવાન, શ્રી આદેશ્વર સ્વામી ભગવાન, શ્રી ચંદ્રપ્રભસ્વામી ભગવાનની પ્રતિષ્ઠા સંવત 1974 માં માગસર સુદ 6 ના દિને શ્રીમદ્ બુદ્ધિસાગર સૂરિશ્વરજી મ.સા.એ કરી. મહુડી મંદિરનું નામ પડે એટલે તીર્થંકર ભગવાનનાં દર્શન અને તે સાથે ધનુર્ધારી શ્રી ઘંટાકર્ણ મહાવીરનાં દર્શન અને સુખડીનો પ્રસાદ અહીંના દર્શને આવનાર ભાવિકોનું સંભારણું બની રહે છે.
ઘંટાકર્ણ મહાવીર એ બાવન વીર પૈકીમાંમના એક વીર છે. મહુડીમાં શ્રી પદ્મપ્રભુના અધિષ્ઠાયક તરીકે શ્રી ઘંટાકર્ણ મહાવીરની સ્થાપના કરી છે. તે પ્રભુ ભક્તોને સહાયકારી થાય છે. તે બાબતના અનેક ચમત્કારો સંભળાય છે. ઘંટાકર્ણ મહાવીર દેવ પહેલા પૂર્વ ભવમાં એક આર્ય રાજા હતા. તે સતીઓનું, સાધુઓનું તેમ જ ધર્મી મનુષ્યોદનું રક્ષણ કરવામાં જીવન ગાળતા હતા. દુષ્ટે રાક્ષસ જેવા મનુષ્યોનના હુમલાઓથી ધર્મી પ્રજાનું રક્ષણ કરતા હતા.
જૈનોનાં મંદિરમાં મૂળ નાયક તીર્થંકરના યક્ષ-યક્ષિણી વગેરેનું સ્થાપન કરેલું હોય છે. પ્રભુની પ્રતિમાની નીચે દેવી હોય છે અને બહારના મંડપના ગોખલાઓમાં અનેક પ્રકારના શસ્ત્ર-ધારક યક્ષ-યક્ષિણીની મૂર્તિઓ મંત્રથી પ્રતિષ્ઠિત કરેલી હોય છે. જૈનો માને છે કે મંત્રમાં સંમોહનની શક્તિ છે. તે મંત્રના બળે દેવો આવે છે અને સહાય કરે છે. ઘંટાકર્ણ વીર ચોથા ગુણ-સ્થાનકવાળા દેવ છે. આથી તે ગૃહસ્થ જૈન શ્રાવકના બંધુ ઠર્યા. આથી જ ગૃહસ્થ જૈનો તેમની સુખડી ખાય છે.
આ મંદિરની અંદર આવેલી ભગવાન મહાવીર સ્વામીની મૂર્તિની આંખોમાં માત્ર બે મિનિટ સુધી એકીટશે જોઈ રહેવાથી ભગવાન પ્રત્યે વિશ્વાસ હોય તેવું અનુભવાય છે. મહુડીમાં જ જૂનું તીર્થ છે કોટ્યાર્કજી. જે ખડાયતા વણિકોના કુળદેવ છે. શ્રી કોટ્યર્કજીનું જૂનું મંદિર નદીની ધાર પર હતું. જ્યાંથી દેવમૂર્તિને નવા બંધાયેલા વિશાળ મંદિરમાં ખસેડવામાં આવી છે. તે સાથે પુરાણા મંદિરના ગોખમાંની એક-બે સુંદર શિલ્પાકૃતિઓ પણ ત્યાં ખસેડાઈ તેમાં બાળકને ઊંચકીને ઊભેલી મા સાથે મસ્તી કરતા બાળકનું શિલ્પ મૂર્તિસૌંદર્યની ર્દષ્ટિએ બેનમૂન ગણાવ્યું છે.
ઘંટાકર્ણવીર
બાવન વીરોમાં ત્રીસમાં દેવ તરીકે તેમની ગણના થઈ. પૂર્વભવમાં તેમના હાથમાં ધનુષ્ય, બાણ, ખડગ હતાં તેથી તેમની મૂર્તિના હાથમાં ધનુષ્યન, બાણ, ખડગ આપવામાં આવે છે. આ દેવ ક્ષત્રિય રાજાઓનો આત્મા હોવાથી તેમની ધનુષ્યતબાણવાળી મૂર્તિ સ્થાપિત કરી છે.
કોટ્યાર્ક
મહુડીથી 1.5 કિ.મી. દૂર સાબરમતી નદીને કિનારે એક ટેકરી ઉપર કોટ્યાર્કના મંદિરમાં પ્રાચીન કલાપૂર્ણ પ્રતિમાઓ તથા અવશેષ ર્દષ્ટિગોચર થાય છે. શ્રી શાંતિનાથ પ્રભુની પંચધાતુથી બનાવેલી જટાયુક્ત, રેડિયમ જેવાં નેત્રોવાળી સાડાચાર ફૂટ ઊંચી પ્રતિમાનાં દર્શન કરવાં દુર્લભ છે. શ્રી અજિતનાથ ભગવાનની કાયોત્સર્ગ મુદ્રાની પ્રતિમા દર્શન કરવા જેવી છે.
Important: Please always Check and Confirm the above details with the official website and Advertisement / Notification.
Tag :
JOVALAYK STHALO