સ્થળનું નામઃ કીર્તિમંદિર
સ્થળની વિસ્તૃત માહિતીઃ-
કિર્તિ મંદિર એ મહાત્મા ગાંધી અને કસ્તુરબાની સ્મૃતિમાં, ભારતનાં ગુજરાત રાજ્યમાં પોરબંદર શહેરમાં, બંધાયેલું સ્મૃતિ મંદિર છે. ૨ ઓક્ટોબર ૧૮૬૯નાં રોજ મહાત્મા ગાંધી જ્યાં જનમ્યા તે ગાંધી કુટુંબનાં બાપદાદાઓનાં આ ઘરની લગોલગ ’કિર્તિ મંદિર’ આવેલું છે. વર્ષ ૧૯૪૪માં જ્યારે બ્રિટિશ સરકાર દ્વારા અંતિમ વખત, નજરકેદમાં રહેલા ગાંધીજીને, આગાખાન મહેલમાંથી, મુક્ત કરાયા ત્યારે પોરબંદરની સ્થાનિક જનતાએ ગાંધીજીનાં જન્મ સ્થાન પર એક આદર્શ સ્મૃતિસ્થળ રચવાનો નિર્ણય કર્યો.
સમગ્ર વિશ્વને સત્ય અને અહિંસાના પાઠ શિખવનારા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના જન્મ સ્થળ અને તેની સમીપે સ્મારક મંદિર કીર્તિમંદિર અદમ્ય આકર્ષણરૂપ છે. માત્ર ભારતમાંજ નહીં વિશ્વભરમાંથી લોકો પોરબંદર આવીને પૂ.બાપુના આ જન્મસ્થળ કીર્તિમંદિરની મુલાકાત લઇને અહિં ગાંધી વિચારધારાને મૂર્તસ્વરૂપ આપવાના થઇ રહેલાં કાર્યો અને પ્રવૃતિઓ નિહાળી ધન્યતા અનુભવે છે. કીર્તિમંદિર પાછળ કસ્તુરબાધામ છે. રાષ્ટ્રપિતા અને રાષ્ટ્રમાતાના એક જ સ્થળે સ્મારક હોય તેવું વિરલ સ્થળ છે. યુગપુરુષ મહાત્મા ગાંધીનો જ્યાં જન્મ થયો હતો તે જાજરમાન ઇમારતને અડીને લગોલગ ૭પ૦ ચો.મી. ના ક્ષેત્રફળમાં ઉભા કરાયેલા પૂ. ગાંધીજીના સ્મારક મંદિરને મહાત્મા ગાંધી કીર્તિમંદિરને નામે ઓળખવામાં આવે છે. આધુનિક શિલ્પકલાના બેનમૂન, આકર્ષક નમુનારૂપ કીર્તિમંદિરનો શિલારોપણ વિધિ ૧૯૪૭ માં સદગત શ્રી દરબાર ગોપલદાસ દેસાઇના વરદહસ્તે થયો હતો. ત્યારબાદ પોરબંદરના દાનવીર ઉદ્યોગપતિ શેઠશ્રી નાનજીભાઇ કાળીદાસ મહેતાએ રૂપિયા પાંચલાખના ખર્ચે નિર્માણ કર્યુ હતું અને ભારતના મહાન સપૂત, લોખંડી પુરૂષ સ્વ. સરદાર વલ્લભભાઇ પટેલે તા. ર૭-પ-૧૯૫૦ ના રોજ કીર્તિમંદિર વિશ્વના દર્શન માટે ખુલ્લું મુકયું હતું.
કળાકારીગીરીના આકર્ષક નમુનારૂપ કીર્તિમંદિરની શિખર સુધીની ૭૯ ફુટની ઉંચાઇ પૂ. ગાંધીજીના ૭૯ વર્ષના જીવનકાળના પ્રતિકરૂપ છે. કીર્તિમંદિરની શિલ્પકલામાં જગતના છ મહાન ધર્મના અંશો વણી લેવામાં આવ્યા છે. હિન્દુ, બૌધ્ધ, અને જૈન મંદિરોની રચના સાથે દેવળ અને પારસીની અગિયારી અને મસ્જીદની કળાના અંશોને પણ મિશ્રિત કરવામાં આવેલ છે. જે પૂ. ગાંધીજીની સર્વધર્મ સમભાવની ભાવનાને ચરિતાર્થ કરે છે.

અગત્યનો દિવસ:-
બીજી ઓકટોબર ના રોજ પૂ. ગાંધીજીની જન્મ જયંતિ ઉજવાય છે.
Important: Please always Check and Confirm the above details with the official website and Advertisement / Notification.
બીજી ઓકટોબર ના રોજ પૂ. ગાંધીજીની જન્મ જયંતિ ઉજવાય છે.
Tag :
JOVALAYK STHALO