હોમી જહાંગીર ભાભા
- જન્મની વિગત-૩૦ ઓક્ટોબર ૧૯૦૯ મુંબઈ
- મૃત્યુની વિગત ૨૪ જાન્યુઆરી ૧૯૬૬
- અભ્યાસનું સ્થળ-મુંબઈ વિશ્વવિદ્યાલય, કેમ્બ્રિજ વિશ્વવિદ્યાલય
- વ્યવસાય- ભૌતિકશાસ્ત્રી, Nuclear scientis
- નોકરી આપનાર ભારતીય વિજ્ઞાન સંસ્થા, Tata Institute of Fundamental Research
- પુરસ્કાર રોયલ સોસાયટીના સભ્ય, Padma Bhushan in science & engineering, પદ્મભૂષણ, Adams Prize
- (ઓક્ટોબર ૩૦, ૧૯૦૯- જાન્યુઆરી ૨૪, ૧૯૬૬) પોતાના સમયના અગ્રગણ્ય ભૌતિકશાસ્ત્રી હતાં. તેઓ ભારતના પરમાણુ કાર્યક્રમના પિતા ગણાય છે. ભાભા જ્યારે કૅવેન્ડિશ પ્રયોગશાળા, કેમ્બ્રિજ માં વૈજ્ઞાનિક તરીકે કામ કરતા હતા ત્યારે, બીજું વિશ્વયુદ્ધ ચાલુ થતાં તે પોતાનું સંશોધન કાર્ય ગુમાવી બેઠા અને તેમને ભારત પાછા આવવું પડ્યું, જ્યાં તેમણે ઈન્ડીયન ઈન્સ્ટીટ્યુટ ઓફ સાયંસ, બેંગલોર ખાતે સી. વી. રામન ના નેજા હેઠળ કૉસ્મિક રે ઇન્સ્ટિટ્યુટ ની સ્થાપના કરી (૧૯૩૯). જે.આર.ડી. તાતા ની મદદ વડે તેમણે મુંબઇ માં ટાટા ઇન્સ્ટિટ્યુટ ઑફ ફંડામેન્ટલ રિસર્ચ નો આરંભ કર્યો. વિશ્વયુદ્ધ પુરું થતાં, ભારતની સ્વતંત્રતા સાથે પંડિત જવાહરલાલ નહેરૂની પરવાનગી મેળવી તેમણે અણુશક્તિના શાંતિમય ઉપયોગો ના સંશોધન તરફ પ્રયાસો આદર્યા. ૧૯૪૮ માં તેમણે અટૉમિક એનર્જી કમીશન ઑફ ઇન્ડીયા ની સ્થાપના કરી. તેમણે આંતરરાષ્ટ્રીય અણુશક્તિ સભાઓમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું. તથા ૧૯૫૫માં તેઓ જીનીવામાં યોજાયેલ સંયુક્ત રાષ્ટ્ર ની અણુશક્તિના શાંતિમય ઉપયોગોની સભાના પ્રમુખ રહ્યા હતા.
- તેમનું મૃત્યુ ૧૯૬૬ માઉન્ટ બ્લાન્ક નજીક વિમાન દુર્ઘટનામાં થયું હતું.
- ભાભા અણુસંશોધન કેન્દ્રનું નામ તેમના માનમાં રાખવામાં આવ્યું છે.
Important: Please always Check and Confirm the above details with the official website and Advertisement / Notification.
Tag :
VYAKTI VISHESH