ડૉ.રાજેન્દ્રપ્રસાદ
સ્વતંત્ર ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડૉ
રાજેન્દ્રપ્રસાદનો જન્મ તા. ૩.૧૨.૧૮૮૪ ના રોજ બિહાર પ્રાંતમાં થયો હતો. થયો હતો.
ખૂબ તેજસ્વી વિદ્યાર્થી રાજેન્દ્ર બાબુએ બી.એ.અને એલ.એલ.એમ.ની પરીક્ષા ઉતીર્ણ કરી
વકીલાત શરૂ કરી. કૉંગ્રેસના પ્રમુખ તરીકે
પણ તેમણે સેવા આપી. તેમને ‘બિહારના ગાંધી’ના નામથી સંબોધવામાં આવતા હતા. આઝાદી
પછી તેઓ બંધારણસમિતિના અધ્યક્ષ બન્યા હતા. ઇ.સ. ૧૯૫૦ ની ૨૬ તારીખે ભારતને સાર્વભૌમ
સ્વતંત્ર રાષ્ટ્ર તરીકે ઘોષિત કરવામાં આવ્યું ત્યારે ડૉ.રાજેન્દ્ર પ્રસાદને
સ્વતંત્ર ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ તરીકે
પસંદ કરવામાં આવ્યા. સોમનાથ મંદિરમાં એમના પ્રવિત્ર હસ્તે પ્રાણપ્રતિષ્ઠા થયેલી.
થોડા સમયની માંદગી ભોગવી ૨૮ ફેબ્રુઆરી ૧૯૬૩ (૭૮ વર્ષ) માં તેઓ સ્વર્ગસ્થ થયા.
Tag :
VYAKTI VISHESH