♥ નિકોલસ કોપરનિક્સ ♥
~~ ♥ સૂર્યમાળાની સાચી ઓળખ આપનાર ખગોળશાસ્ત્રી - નિકોલસ કોપરનિક્સ ♥ ~~
→ આજે આપણે બ્રહ્માંડ અને સૂર્યમાળા વિશે ઘણું જાણીએ છીએ પરંતુ ૫૦૦ વર્ષ પહેલા લોકો એમ માનતા હતા કે પૃથ્વી સ્થિર છે અને સૂર્ય-ચંદ્ર વગેરે
ગ્રહો તેની આસપાસ ફરે છે.
ગ્રહો તેની આસપાસ ફરે છે.
→ ૧૫મી સદીમાં થઇ ગયેલા નિકોલસ નામના વિજ્ઞાાનીએ સૂર્ય સ્થિર છે અને પૃથ્વી સહિત ઘણા ગ્રહો તેની આસપાસ ફરે છે તે શોધી કાઢયું અને સૂર્યમાળાનું મોડેલ બનાવી વિશ્વ સમક્ષ રજુકર્યું.
કોપરનિકસની આ શોધથી ખગોળશાસ્ત્રનો પાયો બંધાયો અને વધુ સંશોધનો શક્ય બન્યા.
કોપરનિકસની આ શોધથી ખગોળશાસ્ત્રનો પાયો બંધાયો અને વધુ સંશોધનો શક્ય બન્યા.
→ ૧૫મી સદીમાં ગણિત, વિજ્ઞાાન અને રસાયણશાસ્ત્ર અને અધ્યાત્મ અને દર્શનશાસ્ત્ર અને બીજા સાથે જોડાયેલા જ્ઞાાનક્ષેત્ર હતા.
→ કોપરનિકસે તેના મૃત્યુ અગાઉ ૧૫૪૩માં સૂર્યમાળાનો નકશો, મોડેલ અને પુસ્તકો પ્રસિદ્ધ કરી જગતને સાચો ખયાલ આપ્યો. જો કે ઘણાં વર્ષો સુધી લોકોમાં નોંધ લેવાઇ નહી પરંતુ તે જમાનાના વિદ્વાન અધ્યાપક રેડીકસે નિકોલસની શોધને ક્રાંતિકારી ગણાવી. સૂર્યમંડળના દરેક
ગ્રહોની ભ્રમણકક્ષા અને સમયગાળા પણ
શોધીને 'ગ્રહોની પ્રદક્ષિણા' નામનો ગ્રંથ લખી પ્રસિદ્ધ કર્યો ત્યારે લોકોએ તેને સ્વીકાર્યો.
ગ્રહોની ભ્રમણકક્ષા અને સમયગાળા પણ
શોધીને 'ગ્રહોની પ્રદક્ષિણા' નામનો ગ્રંથ લખી પ્રસિદ્ધ કર્યો ત્યારે લોકોએ તેને સ્વીકાર્યો.
→ નિકોલસે કોપરનિકસનો જન્મ પોલેન્ડના તોરૂન નગરમાં ઇ.સ.૧૪૭૩ના ફેબ્રુઆરીની ૧૯ તારીખે થયો હતો. તેના પિતા ન્યાયાધીશ હતા. સુખી અને સમૃદ્ધ તેમજ કેળવણી પામેલા પરિવારમાં જન્મેલો કોપરનિકસ બાળવયથી ધાર્મિક વૃત્તિનો હતો.
→ નિકોલસે ઇટાલીમાં કાયદાનો અભ્યાસ કર્યો અને કાયદાની ડિગ્રી મેળવી કોપરનિકસને ધર્મપ્રચાર ઉપરાંત રોગીઓની સેવા કરવાની ઇચ્છા હતી તેથી તેણે સ્કૂલ ઓફ મેડિસીનમાં અભ્યાસ કરી ડોક્ટરની ડિગ્રી મેળવી ત્યાર બાદ પાદરી તરીકે કારકિર્દી શરૃ કરી.
→ ૧૫મી સદીમાં કોપરનિકસ અગ્રણી ધર્મગુરૃ,
કાયદાવિદ્, ગણિતશાસ્ત્રી, ડોક્ટર અને ખગોળશાસ્ત્રી તરીકે વિખ્યાત થયેલો. તેણે પોલેન્ડમાં ગવર્નર તરીકે પણ સેવાઓ આપેલી.
કાયદાવિદ્, ગણિતશાસ્ત્રી, ડોક્ટર અને ખગોળશાસ્ત્રી તરીકે વિખ્યાત થયેલો. તેણે પોલેન્ડમાં ગવર્નર તરીકે પણ સેવાઓ આપેલી.
→ સૂર્યમાળાની સાચી સમજ આપવા બદલ
કોપરનિકસ ખગોળશાસ્ત્રનો પિતામહ ગણાય છે. જોકે તેના આ સંશોધનો છેક તેનાં મૃત્યુ સમયે જાહેર થયા તેનું પુસ્તક પ્રસિદ્ધ થયું ત્યારે તે મરણ
પથારીમાં હતો. ઇ.સ.૧૫૪૩ના મે માસની ૨૪ તારીખે પોલેન્ડના પ્રશિયામાં તેનું અવસાન થયું
હતું.

Tag :
VYAKTI VISHESH