અવિનાશ વ્યાસ
ગીત ગરબાને
ગુજરાતને ઘેર-ઘેર ગુંજતા કરનાર શ્રી અવિનાશ વ્યાસનો જન્મ ૨૧ જુલાઇ ૧૯૧૨ ના રોજ અમદાવાદમાં
થયો હતો. તેમને ઇન્ટર આર્ટસ સુધી અભ્યાસ કર્યો. નાનપણથી જ ગાવાનો શોખ હતો. મુંબઇની
નેશનલ ગ્રામોફોન કંપની સાથે સંપર્ક થતાં તેમના એક ગીતનું રેકોર્ડિંગ
કર્યું. ત્યારપછી તો આકાશવાણી પરથી તેમના ગીતો પ્રસારિત થવા લાગ્યા. અવિનાશભાઇએ
મુંબઇમાં તેમના સૌપ્રથમ નૃત્યરૂપક ‘જય સોમનાથ’નું સર્જન કર્યું હિન્દી,ગુજરાતી બંને ભાષાની ફિલ્મોમાં તેમણે સંગીત આપ્યું. એમણે લખેલા ગીત-ગરબાના
સંગ્રહોમાં દૂધગંગા, સથવારો, વર્તુળ
વગેરે મુખ્ય છે. તેમણે ૧૯૦ હિંદી અને ગુજરાતી ચલચિત્રો માટે ૧૨૦૦ ગીતોને સંગીતબદ્ધ
કર્યા હતા, તેમને સંગીત આપેલા કુલ ગીતોની સંખ્યા ૧૦,૦૦૦ જેટલી છે. તેમણે ૨૫ વખત શ્રેષ્ઠ ગીતકાર અને શ્રેષ્ઠ સંગીત માટે ગુજરાત
રાજ્ય ફિલ્મ પુરસ્કાર મેળવ્યો હતો. તેમને ભારત સરકાર તરફથી ૧૯૭૦માં ચોથો સર્વોચ્ચ
નાગરિક પુરસ્કાર પદ્મશ્રી અર્પણ થયો હતો.આદ્યશક્તિ મા અંબાના ભક્તરાજ સંગીતકાર
અવિનાશ વ્યાસનું ૨૦-૦૮-૧૯૮૪ ના રોજ ૭૨ વર્ષની ઉંમરે અવસાન થયું.
Important: Please always Check and Confirm the above details with the official website and Advertisement / Notification.
Tag :
VYAKTI VISHESH