તેઓ 20 ઓગસ્ટ, 1944ના રોજ મુંબઇમાં જન્મ થયો હતો. તેઓ ફિરોજ ગાંધી અને ઇન્દિરા ગાંધીના પુત્ર હતા. ભારત આઝાદ થયું અને તેમના નાના દેશના પ્રધાનમંત્રી બન્યા ત્યારે તેઓ ત્રણ જ વર્ષના હતા. તેમના માતા પિતાએ લખનઉ છોડીને નવી દિલ્હીમાં વસવાટ કરવાનું શરૂ કર્યું હતું. રાજીવ ગાંધીએ પોતાનું બાળપણ પોતાના નાના સાથે ત્રિમૂર્તિ ભવનમાં પસાર કર્યું હતું. તેમના કેમ્બ્રિજના અભ્યાસકાળ દરમિયાન ઇટાલીના વતની સોનિયા માઇનો સાથે તેમની મુલાકાત થઇ હતી. સોનિયા અંગેજીનો અભ્યાસ કરી રહ્યા હતા. 1968માં નવી દિલ્હી ખાતે રાજીવ ગાંધી અને સોનિયા લગ્નગ્રંથિથી જોડાયા હતા. પોતાના સંતાનો રાહુલ અને પ્રિયંકા સાથે તેઓ નવી દિલ્હીમાં શ્રીમતી ઇન્દિરા ગાંધી સાથે જ રહેતા હતા. ચોમેર ચાલી રહેલી ભરચક રાજકિય પ્રવૃત્તિઓ વચ્ચે તેઓ પોતાની અંગત જિંદગી જીવી રહ્યા હતા. તેમના ભાઇ સંજયના થયેલા અચાનક મૃત્યુએ તેમના જીવનમાં પલટો લાવ્યો માતા ના દબાણના કારણે તેમને રાજનીતિમાં પ્રવેશ કર્યો .પોતાના ભાઇના મૃત્યુંને કારણે જ ખાલી પડેલી ઉત્તર પ્રદેશની અમેઠી બેઠક પર તેઓ પેટાચૂંટણી જીતી ગયા હતા. જેણે 1984 થી 1989 સુધી ભારતના છઠ્ઠી વડા પ્રધાન તરીકે સેવા આપી હતી. માતા, વડા પ્રધાન ઈન્દિરા ગાંધી, 40 વર્ષની ઉંમરે સૌથી નાના ભારતીય વડાપ્રધાન બન્યા હતા. 1991 માં ચૂંટણી સુધી તેઓ કોંગ્રેસ અધ્યક્ષ રહ્યા હતા. જ્યારે ચૂંટણીઓ માટે ઝુંબેશ ચલાવી રહ્યા હતા, ત્યારે તેમને એલટીટીઈ દ્વારા આત્મઘાતી બોમ્બર દ્વારા હત્યા કરવામાં આવી હતી. 1991 માં ભારત સરકારે તેમને ભારત રત્ન, દેશના સર્વોચ્ચ નાગરિક એવોર્ડ એનાયત કર્યા હતા. Important: Please always Check and Confirm the above details with the official website and Advertisement / Notification.
Tag :
VYAKTI VISHESH