દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકરનો જન્મ ઈ.સ.૧૮૮૫માં મહારાષ્ટ્રના સતારામાં થયો હતો. તેમની મૂળ અટક રાજાધ્યક્ષ હતી. પરંતુ સાવંતવાડી વિસ્તારમાં આવેલા કાલેલી ગામના વતની હોવાથી તેઓ કાલેલકર તરીકે ઓળખાયા. તેઓ માતાપિતાનું પાછલી વયનું સંતાન હોવાથી ખૂબ લાડકોડમાં ઊછર્યા હતા. પૂનાની ફર્ગ્યુસન કૉલેજમાં તેમણે ઉચ્ચ અભ્યાસ કર્યો હતો. તેમને નાનપણથી જ પ્રવાસનો ઘણો શોખ હતો. તેઓ આજીવન કુદરતપ્રેમી , પ્રવાસી , પરિવ્રાજક બની રહ્યા. તેઓ વિવિધ ભાષાઓ શીખવાના શોખીન હતા.પિતાની સાથે વિવિધ સ્થળો તેમણે જોવા મળ્યા. આ કારણે તેમનો પ્રવાસ પ્રેમ વધ્યો. તેમણે હિમાલયનો લગભગ ૩૫૦૦ કિલોમીટરનો પગપાળા પ્રવાસ કર્યો. ખગોળ વિદ્યા,તારાદર્શના ના પણ તેઓ અભ્યાસુ હતા. આના પરિણામ સ્વરૂપ ‘પૂર્વરંગ’, ‘જીવન સંસ્કૃતિ’, ‘જીવનનો આનંદ’, ‘હિમાલયનો પ્રવાસ’, ‘સ્મરણ યાત્રા’, ‘રખડવાનો આનંદ’ વગેરે અનેક ગ્રંથો કાકાસાહેબે આપણને આપ્યા. ૧૯૬૪માં ‘પદ્મવિભૂષણ’નો ઈલ્કાબ અને ૧૯૬૫નું સાહિત્ય અકાદમી, દિલ્હીનું પારિતોષિક આપવવામાં આવ્યો હતો.‘સવાઇ ગુજરાતી’ નું બિરુદ પામેલા સાહિત્યકાર કાકાસાહેબનું ૯૬ વર્ષની વયે ૨૧-૦૮-૧૯૮૧ ના રોજ અવસાન થયું. Important: Please always Check and Confirm the above details with the official website and Advertisement / Notification.
Tag :
VYAKTI VISHESH