પ્રોટીન
શું છે. ખોરાકમાં તેની શું જરુર છે.
આપણા ખોરાકમાં પ્રોટીન , વિટામીન ,
મિનરલ્સ વગેરે સમતોલ પ્રમાણમાં હોવું જોઈએ . જો સમતોલ પ્રમાણમાં ન
હોય તો વિવિધ પ્રકારના રોગ થાય છે. પ્રોટીન ખોરાકનો મુખ્ય હિસ્સો છે. ગ્રીક
ભાષામાં પ્રોટીનનો અર્થ પ્રથમ કે પ્રાથમિક થાય છે.આપણ સ્નાયુઓ , ચામડી ,
વાળ, હ્રદય,ફેફ્સા ,
મગજ વગેરે વિવિધ પ્રકારના પ્રોટીનના બનેલા હોય છે.બાળકના અંગોનો
વિકાસ પ્રોટીનથી થાય છે. એટલે બાળકોને પ્રોટીનયુક્ય આહાર આપવો જરુરી બની ગયો છે.
લોહીમાં રહેલું હિમોગ્લોબીન પણ પ્રોટીનમાંથી પણ બને છે. ખોરાકમાંથી મળતા એમિનોએસિડ
શરીરમાં વિવિધ પ્રકારના પ્રોટીન બનાવે છે. આપણા અનાજ, દુધ ,
કઠોળ વગેરેમાંથી પ્રોટીન મળે છે. કઠોળના છોડ જમીનમાંથી પોષણ મેળવે
છે. કઠોળના મૂળમાં રિબોઝીન નામાના બેક્ટેરિયા હોય છે.આ બેક્ટેરિયા કઠોળના મૂળમાંથી
ખોરાક મેળવી બદલામાં નાઈટ્રોજન આપે છે. આ નાઈટ્રોજન કઠોળના છોડમાં પ્રોટીન તરીકે
સંગ્રહ થાય છે. આમ મગ, ચણા , ચોખા,
તુવેર, વગેરે કઠોળના છોડના મૂળ જુદી જાયના
હોવાથી પ્રોટીનથી ભરપુર હોય છે.
Important: Please always Check and Confirm the above details with the official website and Advertisement / Notification.
Tag :
JANVA JEVU