Education News, Current Affairs, G.K., TET/TAT/HTAT Materials, All Exam Result & All Job Updates By JIGAR PRAJAPTI .One Step Ahead In Education....

અવનવું જાણવા જેવું

જરનલ નોલેજ
Please Share To Your Friends......
બગીચામાં જોવા મળતાં કરોળિયા એકવારમાં ૬૦૦ ઇંડાં મૂકે છે.
કાચબાનું હ્રદય શરીરમાંથી કાઢી લીધા પછી ૪૦ કલાક સુધી જીવે છે.
ઑકટોપસ ખૂબ ભૂખ લાગે ત્‍યારે પોતાનો હાથ પણ ખાઇ જાય છે.
કીડી, વંદા, મચ્‍છર, મંકોડાના મોઢામાં જીભ હોતી નથી.
માંકડ કશું પણ ખાધા પીધા વગર એક વરસ જીવી શકે છે.
ગીધ ૩૦ હજાર ફુટની ઊંચાઇએ ઊડી શકે છે.
સહુથી નાનામાં નાના રીંછ ‘મલાયનસન બિયર’ છે. જે ૧૦૪ થી ૧૪૦ સે. મી. નો હોય છે.
જાપાનમાં જોવા મળતી ‘ટોમિલા’ માછલી જમીન પર આવીને લીલા ઘાસનો રસ ચૂસે છે.
ચોટલીયા સ્‍વર્ગ પક્ષીના માથે બે ચોટલા જેવા લાંબા પીંછા હોય છે, જે સાઇઠ સે. મી. લાંબા હોય છે. તેથી તેને ‘ચોટલીયું’ કહે છે.
ટપકાવાળું કુંજબિહારી પક્ષી ફકત સફેદ ચળકતી વસ્‍તુ જેવી કે સ્‍ક્રુ, સોય, ચમચી, ચલણી સિક્કા, છીપલાં વડે માળો શણગારે છે.
ભૂંડની જોવાની અને સાંભળવાની શકિત ખૂબ ઓછી હોય છે.
લોલકવાળી ઘડીયાળની શોધ ૧૬૫૭માં થઇ હતી.
સૌપ્રથમ ક્રિકેટની રમત ઇ.સ. ૧૭૭૮માં ઇંગ્લેન્‍ડમાં શરૂ થઇ હતી.
ભારતનું સૌથી મોટું મ્‍યુઝિયમ કલકતાનું ભારતીય મ્‍યુઝિયમ છે.
હિંદમાં મોગલ રાજયની સ્‍થાપના બાબરે કરી હતી.
બિલાડી પોતાની મૂછો દ્વારા આસપાસની વસ્‍તુઓ ઓળખી કાઢે છે.
ગાયના શિંગડામાંથી બટન અને કાંસકા બનાવવામાં આવે છે.
જંગલી ભેંસ વર્ષમાં એક વખત પાડરુંને જન્‍મ આપે છે.
ગાયના ચામડામાંથી બૂટ, ચંપલ, પર્સ, બેગો બનાવવામાં આવે છે.
મનુષ્‍ય એકલું દૂધ પીને જીવી શકે છે.
જંગલી બિલાડી પાળેલી બિલાડી કરતાં વધુ મોટી અને ભરાવદાર શરીરવાળી હોય છે.
જળકૂકડીના શરીરમાં તેલગ્રંથિ ન હોવાથી પાણીમાંથી નીકળી તેને પીંછાંને તડકામાં સૂકવવા પડે છે.
સસલું ઊંચાઇ પર ચડતી વખતે એક જ વખતે ચાર મીટર ઊંચો કૂદકો મારી શકે છે.
ગાયને જો દોહતા પહેલાં સંગીત સંભળાવવામાં આવે તો પછી એ દૂધ વધારે આપે છે.
ચિલોત્રો અરુણાચલ પ્રદેશ અને કેરળ રાજયનું રાજપક્ષી છે.
વાંદરાની આંખો બધા રંગો પારખી શકે છે.
લિયોનાર્ડો – દ – વિન્‍ચીનું ‘મોનાલિસા’ ચિત્ર દુનિયાભરમાં સૌથી વધુ વખણાયેલું અને સૌથી વધુ કિંમતી ગણાય છે.
નાળિયેરી પોતે ખારું પાણી પીએ છે. અને એના ફળમાં મીઠું પાણી સંઘરે છે.
ભારતમાં લગભગ ૮૦ જાતના ચોખા થાય છે.
જગતનો સૌથી મોટો ઍર-કન્ડિશન પ્‍લાન્‍ટ વર્લ્‍ડ ટ્રેડ સેન્‍ટરમાં હતો.
બુદ્ધનો જન્‍મ કપીલવસ્‍તુ નામના શહેરમાં થયો હતો તેઓ મગધી ભાષામાં ઉપદેશ આપતા.
સિંહ કયારેક તેના બચ્‍ચાંને પણ મારી નાખે છે.
માદા અજગર એકવારમાં આઠથી સો જેટલાં ઇંડા મૂકે છે.
ઉંદર એક સાથે ૬ થી ૨૨ બચ્‍ચાંને જન્‍મ આપે છે.
માદા માકણ દીવાલ, ટેબલ, પલંગ, ખુરશીની તીરાડોમાં ઇંડાં મૂકે છે.
ખિસકોલીના બરડા પર પાંચ પટ્ટા હોય છે.
તીતીઘોડાનાં પાછલા પગના સ્‍નાયુઓ ખૂબ મજબૂત હોય છે. જેમાં સ્પ્રિંગ જેવી રચના હોય છે.
એક મધપુડામાં આશરે સાઇઠ હજાર મધમાખીઓ રહે છે.
માદા મચ્‍છર એક વર્ષમાં પંદર કરોડ ઇંડા મૂકે છે.
કાળો તેતર હરિયાણાનું રાજપક્ષી છે.
સાપ કાચ, બરફ અને અમુક પ્રકારની રેતી પર ચાલી શકતો નથી.
ઊંડા સમુદ્રમાં રહેતી માછલી તોફાન આવતા પહેલા પાણીની સપાટી પર આવી જાય છે.
ચંડોળ નામનું પક્ષી પોતાનો માળો જમીન પર બાંધે છે.
હૉકીની રમતમાં ૧૧ ખેલાડીઓ મેદાનમાં ઊતરે છે.
સિયામના લોકો પોતાના ઘરના બારી-બારણા તથા ઓરડા એકી સંખ્‍યામાં રાખે છે.
ભારતનું સહુથી પહેલું મહિલા પોલીસ સ્‍ટેશન ૧૯૭૩ની સાલમાં ઑકટોબર મહિનામાં કેરલ રાજયના કાલિકટમાં શરૂ કરવામાં આવ્‍યું હતું.
આર્કટિકમાં વસતું પોલર રીંછ સીલનો શિકાર કરતી વખતે પોતાનું નાક પગના પંજા વડે ઢાંકી દે છે.
ઊંટની ખૂંધમાં ચરબી એકઠી થાય છે.
ગોવાનું રાજપક્ષી કાળી કલગીવાળું બુલબુલ છે.
શરીરના બીજા ભાગોની સરખામણીમાં કીડની સહુથી વધુ લોહી મેળવે છે.
શતરંજના બોર્ડના કાળા રંગના બત્રીસ ખાના હોય છે.
‘સમાનીસમન’ નામનું ઝાડ ગરમ વિસ્‍તારમાં થાય છે. જે દિવસમાં પોતાની પાંદડીઓમાં પાણી ભેગું કરે છે અને સાંજે વરસાદ રૂપે એને વરસાવી દે છે.
લાયરબર્ડ નીલગીરીના ઝાડ પર ઘુંમટ આકારનો માળો બાંધે છે.
પાંડા એક સમયે એક અથવા બે બચ્‍ચાંને જન્‍મ આપે છે.
કેટલાંક ચૂલો પંખી જમીનના દરમાં માળા બાંધે છે.
રશિયાનો યુરી ગેગેરિન વિશ્ર્વનો સૌ પ્રથમ અવકાશ યાત્રી હતો.
પૃથ્‍વીની સપાટી જવાળામુખી તથા ધરતીકંપની પ્રક્રિયાથી બનેલી છે.
સૂક્ષ્‍મજીવોના વિજ્ઞાનને ‘માઇક્રોબાયોલૉજિ’ કહે છે.
ચિલ્‍કા સરોવર પૂર્વ ભારતના ઓરિસ્‍સા રાજયમાં આવેલું ભારતનું સૌથી મોટું સરોવર છે.
ઝારખંડ રાજયનું રાજપક્ષી કોયલ છે.
રેકુન આખો શિયાળો ઊંઘી જાય છે.
હાથીના આંતરડા લગભગ ૧૧૦ ફૂટ લાંબા હોય છે.
આખી દુનિયામાં કુલ ૮૦૦ પ્રકારનું લાકડું થાય છે.
દુનિયાનું સૌથી તીખું મરચું નાગાહરી જાતનું મરચું છે. જે ઉત્તર-પૂર્વી ભારતમાં ઉગાડવામાં આવે છે.
ચાર પૈડાના વાહન ચાલક માટે ડ્રાઇવિંગ લાઇસન્‍સ સિસ્‍ટમ સહુથી પહેલા ૧૯૦૩માં ગ્રેટ બ્રિટન દ્વારા શરૂ થઇ હતી.
ભારતનું પહેલું આઇમેકસ થિયેટર મુંબઇ શહેરના વડાલામાં બનાવવામાં આવ્‍યું હતું.
મેઘાલય અને છત્તીસગઢનું રાજપક્ષી પહાડી મેના છે.
ઘોરાડ રાજસ્‍થાનનું રાજપક્ષી છે.
નીલમ હોલી તામિલનાડુનું રાજપક્ષી છે.
ભારતીય ટપાલ ટિકિટ પર પહેલીવાર મહિલાની તસવીર ‘મીરાંબાઇ’ ની છપાઇ હતી.
ફ્રાંસના રાજા લૂઇ- ૧૪માએ ઊંચી એડીના પગરખાં પહેરવાની ફૅશનની શરૂઆત કરી હતી.
ઇ.સ. ૧૮૪૫ની સાલમાં રબર બેન્‍ડ બનાવવામાં આવ્‍યું હતું.
જાવા ટાપુના રહેવાસીઓ લાલ ચમેલીના ફૂલનો ઉપયોગ કરી મીઠાઇ બનાવે છે.
પુખ્‍ત વયના જિરાફની ગરદન આશરે આઠથી નવ ફૂટ લાંબી હોય છે.
સૌથી લાંબા કાચીંડા ન્‍યુ ગીની ટાપુ પર વસે છે. જેને સાલ્‍વાડોરી ડ્રેગન કહે છે.
છછુંદરોની જોવાની શકિત નબળી હોય છે. તેથી તે સૂર્યપ્રકાશ બહુ જોઇ શકતા નથી.
કોયલ કુળનો કુકડિયો કુંભાર પોતાના બચ્ચાંને પોતે જ ઉછેરે છે.
સફેદ ગીધને ‘ખેરો’ પણ કહેવામાં આવે છે.
હમ્‍પબેક વ્‍હેલનો અવાજ ૧૪૦૦ કિલોમીટર દૂર તરતી બીજી હેમ્‍પબેક વ્‍હેલ સાંભળી શકે છે.
દુનિયાનું સૌથી વજનદાર ગરુડ દક્ષિ‍ણ અમેરિકાના જંગલોમાં જોવા મળતું ‘હાર્ષી ઇગલ’ છે.
આંધ્રપ્રદેશ, બિહાર, કર્ણાટકનું રાજપક્ષી ચાષ છે.
નાગાલેન્‍ડનું રાજપક્ષી બ્લિથનો વનમોર છે.
માખીના શરીરમાંથી ગુંદર જેવો પદાર્થ નીકળે છે. જે જગ્‍યાએ માખી બેસે ત્‍યાં તે પદાર્થ શરીરમાંથી છોડે છે જેનાથી તે કોઇ પ્રકારની સપાટી પર પોતાનું સમતોલન જાળવી શકે છે.
પિઝાના ટાવરની રચનાની શરૂઆત બોનેનો પિઝાએ ઇ.સ. ૧૧૭૪માં કરી હતી.
આપણા દેશમાં સૌથી વધુ કપાસ અને મગફળી ગુજરાતમાં થાય છે.
આયુર્વેદના દેવ ‘ધન્‍વંતરિ’ કહેવાય છે.
દુનિયાની સૌથી મોટી બેંક ‘બૅંક ઑફ અમેરિકા’ છે.
સારસ ઉત્તર પ્રદેશનું રાજપક્ષી છે.
નૌકા પડવી પક્ષી વાદળ પાસે સરેરાશ ૬૦૦ ફૂટ ઊંચે રહીને ઊડે છે.
ઊડતી માછલીનું વજન આશરે ૫૦૦ ગ્રામ હોય છે.
કાકાપો પોપટનું વજન ૩.૫ કિલોગ્રામ હોય છે.
ગોલ્‍ડન ગેટ બ્રિજ ૨.૫ કિ.મી. લાંબો છે. જે ૨૩૦ મીટરની ઊંચાઇ પર બાંધવામાં આવ્‍યો છે. જેનો રસ્‍તો ૨૫ મીટર પહોળો છે.
પિઝાના ટાવરનું બાંધકામ ૯૯ વર્ષ સુધી ચાલ્‍યું હતું.
કેરળમાં ભોજન માટે કેળના પાનનો ઉપયોગ કરવામાં આવે છે.
ભારતમાં સૌથી પ્રથમ મેડિકલ કોલેજ ‘એસ્‍કોલા મેડિકા’ ગોવામાં સ્‍થાપાયી.
સાન ફ્રાંન્સિસ્‍કોને પેસેફિક મહાસાગરની રાણી કહેવામાં આવે છે.
વાંદરા કે સાપથી બચવા સુગરી કાંટાળ ઝાડોની પાતળી ડાળીના છેડે પોતાનો માળો બાંધે છે.
હોલી બચ્‍ચાંને પોતાના ગળામાંથી દૂધ આપે છે.
તેતર માળો બનાવવા જમીનમાં છીછરો ખાડો કરીને તેમાં ઘાસના થર કરે છે.
માખી એક દિવસમાં આશરે દોઢસો જેટલા ઇંડા મૂકે છે.
સૌથી વેગીલો સૂર્યકરોળિયો છે જે કલાકે ૧૬ કિ.મી. દોડે છે.
શિયાળામાં મધમાખી ઉપરથી તેમનો મધપૂડો બંધ કરે છે.
જમ્‍મુ કાશ્‍મીરનું રાજપક્ષી કાળી ડોકવાળું કુંજ છે.
કાકાપો પોપટ જગતનો મોટો પોપટ છે. જે કદી ઊડી શકતો નથી.
સામાન્‍ય ચામાચિડિયા જમીન પર ચાલતા નથી પણ વેમ્‍પાય નામનું ચામાચિડિયું કયારેક જમીન પર ઠેકડા મારે છે.
પૂર્ણ ચંદ્રગ્રહણ થાય ત્‍યારે ચંદ્રનો રંગ લાલ – નારંગી થઇ જાય છે.
અંગૂંઠા કરતા આંગળીના નખ વધુ ઝડપથી વધે છે.
ચીઝ એ ચરબી અને દૂધમાં રહેલા કેસીન નામના પ્રોટીનમાંથી બનાવવામાં આવે છે.
ટોલ્‍ક નામની ખનીજ એટલી મુલાયમ હોય છે કે જેને નખથી ભૂકો કરી શકાય છે.
લંડનની સૌથી મોટી નદી ‘ટેમ્‍સ’ છે.
મધ્‍ય પ્રદેશનું રાજપક્ષી દૂધરાજ છે.
નૌકા પડવી જીદંગીનો મોટાભાગનો સમય ઊડવામાં પસાર કરે છે.
સૌથી મોટી તારામાછલી મૅકિસકોના અખાતમાં થતી મિકગાર્ડિઆ છે. જેને બાર હાથ હોય છે.
માખીના પગના છેડે ગુચ્‍છાદાર વાળ હોય છે.
લાંબો સમય સુધી ટી.વી. જોવાનો રેકોર્ડ ૪૭ કલાક ૧૬ સેકેન્‍ડનો છે.
અમેરિકાના બોસ્‍ટન શહેરમાં કમ્‍પ્‍યુટરોનું એક મ્‍યુઝિયમ આવેલું છે. જેમાં શરૂઆતના કમ્‍પ્‍યુટરથી માંડીને આધુનિક કમ્‍પ્‍યુટરો રાખવામાં આવ્‍યા છે.
સૂકો બરફ કાર્બન ડાયોકસાઇડ ગૅસમાંથી બનાવવામાં આવે છે, જે પીગળતો નથી.
ભારતમાં સૌથી વધુ હળદર આંધ્રપ્રદેશમાં થાય છે.
ઘુવડની આંખની રચના એવી છે કે આપણી જેમ એની આંખ હિલચાલ કરી શકતી નથી. તદ્દન સ્થિર રહેતી એવી આંખની ઊણપનું કુદરતે બીજી રીતે સાટું વાળી આપ્‍યું છે !
ઘુવડની ગરદનની રચના એટલી તો સ્થિતિસ્‍થાપક છે કે એ પોતાનું માથું સંપૂર્ણ વર્તુળાકાર ગોળ ગોળ ફેરવી શકે છે.
માછલીઓની આંખોને પાંપણ હોતી નથી. એટલે તેને પાંપણ પટપટાવવાની માથાકૂટ હોતી નથી. તેની આંખો મોટી હોય છે પણ બે બે ફૂટથી વધારે દૂરની વસ્‍તી જોઇ શકતી નથી.
વેપાર માટેના વહાણોના બહારના ભાગ પર ‘પ્‍લમસોલ’ રેખા દોરવામાં આવતી જેના પરથી વહાણમાં આ રેખા સુધી માલ સુરક્ષીત ભરી શકાય છે. એવું જાણી શકાય છે.
દુનિયામાં નેપાળ એક એવો દેશ છે જે કયારેય ગુલામ બન્‍યો નથી.
અમેરિકામાં ડીનકાજાઉ નામનું પક્ષી ઝાડની ડાળી પર પૂંછડી પર લટકે છે.
૧૯૧૫માં બ્રિટનમાં હાઇડ્રોફોનની શોધ કરવામાં આવી.
ભેંસ ત્રણ વર્ષે બચ્‍ચાંને જન્‍મ આપે છે.
કરેણના લાલ, પીળા અને સફેદ ફૂલો હોય થાય છે. સૂર્ય પૂજામાં વપરાય.
હાથી શુદ્ધ શાકાહારી પ્રાણી છે.
લિમ્‍પોપો નદીને મગરોની નદી કહેવામાં આવે છે.
ઑસ્‍ટ્રેલિયામાં આવેલો ‘આર્યેસ રોક’ સૌથી મોટો પથ્‍થર છે, જે અઢી કીલોમીટરમાં પથરાયેલો છે અને ત્રણસો અડતાલીસ મીટર ઊંચો છે.
પ્રકાશના કિરણની તરંગ લંબાઇ માપવાના યંત્રને સ્‍પેકટ્રોમીટર કહે છે.
એવરેસ્‍ટ શિખર પર જવા કુલ ૧૫ જેટલા રૂટ છે.
સૌથી લાંબો પર્વત એન્ડિઝ છે.
વીજળીના દીવાની શોધ થોમસ આલ્‍વા એડિસને કરી હતી.
નાચણ માખી, મચ્‍છર અને જીવાત ખાય છે.
શક્કરખોરો ફૂલોનો રસ તેની ભૂંગળી જેવી જીભ વડે પીએ છે.
પીકળનો માળો તરણાં અને કરોળિયોના જાળાનો ગૂંથેલો ગોળાકાર વાટકા જેવો હોય છે.
દૈયડના ઇડાં નીલાપીળા રંગના હોય છે.
પતરંગો હવામાં ઊડતાં માખી-મચ્‍છર ખાય છે.
રામચકલી ફળ, બોર અને દાણા ખાય છે.
દેડકો ગંદા પાણીમાં રહે છે એટલે તેના શરીરમાં ઝેરી પદાર્થો હોય જેનાથી તેને ફુગ, લીલ વગેરેની તેના શરીર પર ખરાબ અસર થતી નથી.
ખડચિતરો સાપના શરીરે સાંકળ જેવી કાળા ડાઘની ત્રણ હારમાળા હોય છે.
સૌથી નાનો ઑકટોપસ અઢી સે.મી. નો હોય છે.
સૌ પ્રથમ ઇલેકટ્રોન માઇક્રોસ્‍કોપ ૧૯૧૩માં બન્‍યું હતું.
ગુજરાતમાં જહાજો તોડવાનું કામ અલંગમાં થાય છે.
ઑસ્‍ટ્રેલિયા ખંડની શોધ કેપ્‍ટન કૂકે કરી હતી.
સિડની શહેર ઑસ્‍ટ્રેલિયાનું સૌથી જૂનું અને આજનું સૌથી મોટું શહેર છે.
પાંડાનું બચ્‍ચું છ મહિનાનું થાય ત્‍યારે વાંસ ખાવાનું શરૂ કરે છે.
ગ્રે- વ્‍હેલ પૅસેફિક મહાસાગરમાં રહે છે. તે ખોરાકની શોધમાં ૨૦,૦૦૦ કી. મી. નું અંતર કાપે છે.
ચકલીનું બચ્ચું પંદર દિવસ પછી ઇંડાંમાંથી બહાર આવે છે.
ચમચો દસથી બારના ટોળામાં જોવા મળે છે.
લાયરબર્ડ નીલગીરીના ઝાડ પર ઘુંમટ આકારનો માળો બાંધે છે.
કાકાકૌઆ તેની કલગીનો ઉપયોગ એકબીજાને ઇશારો કરવા માટે કરે છે.
ગીધના અનેક પ્રકાર હોય છે, જેમાં ચમર ગીધ સૌથી મોટું ગીધ છે.
અજગર શિકારને માથા તરફથી ગળવાની શરૂઆત કરે છે.
ભાંગરો ધુપેલ કે આંબળા કેશતેલમાં વપરાય છે. તે ધોળા થતા વાળને અટકાવવા ભાંગરો વપરાય છે.
ઇલેકિટ્રક ઇસ્‍ત્રીના શોધક પાર્કિન્‍સ હતા.
બ્રહ્માંડને લગતા અભ્‍યાસના વિજ્ઞાનને ‘કૉસ્‍મોલૉજી’ કહેવામાં આવે છે.
આપણા શરીરમાં આંખ, નાક, કાન, જીભ અને ચામડી અને સંવેદઅંગો (જ્ઞાનન્દ્રિય) છે.
Important: Please always Check and Confirm the above details with the official website and Advertisement / Notification.
Tag : JANVA JEVU

Search This Blog

© Copyright 2019 at www.jigarpajapati.blogspot.com

Disclaimer :
The Examination Results / Marks published in this Website is only for the immediate Information to the Examinees an does not to be a constitute to be a Legal Document. While all efforts have been made to make the Information available on this Website as Authentic as possible. We are not responsible for any Inadvertent Error that may have crept in the Examination Results / Marks being published in this Website nad for any loss to anybody or anything caused by any Shortcoming, Defect or Inaccuracy of the Information on this Website.
Back To Top