સર જગદીશચંદ્ર બોઝ
આધુનિક ભારતના મહાન વિજ્ઞાનઋષિ તરીકે ઓળખાતા સર જગદીશચંદ્ર બોઝનો જન્મ તા.૩૦/૧૧/૧૮૫૮માં તેમના મોસાળના ગામ મેમનસિંહમાં થયો હતો. પિતા ભગવાનચંદ્ર ફરિદપુર જિલ્લામાં નાયબ ન્યાયાધીશ હતા. માતાનું નામ વનસુંદરીદેવી હતું. ઈ.સ.૧૯૭૯માં ભૌતિક વિજ્ઞાનમાં બી.એની પરીક્ષા પાસ કર્યા બાદ જગદીશચંદ્ર પરદેશ જઈ ડોક્ટર બનવા માગતા હતા, પરંતુ દેશભક્ત પિતાએ બેકારોને રોજગારી આપવા માટે સેવા પ્રવૃત્તિ કરી એમાં દેવું થઈ ગયું. જગદીશચંદ્રએ દેવું ભરપાઈ કરવા માટે સરકારમાં મોટા હોદ્દાની પરીક્ષા આપીને નોકરી કરવાનું નક્કી કરી લીધું હતું, પરંતુ માતાએ ઘરેણાં વેચીને દીકરાને પરદેશ મોકલ્યો. ત્યાં ચાર વર્ષ રહીને ઈ.સ.૧૮૮૪માં જગદીશચંદ્ર નૈર્સિગક વિજ્ઞાન વિષયમાં સ્નાતકની ડિગ્રી લઈને લંડનથી ભારત પાછા ફર્યા.આથી વિધાર્થીઓમાં વિજ્ઞાનમાં રસ પણ ખૂબ કેળવાયો. તેમના અધિકારીઓ પણ તેમની આવડતથી ખૂશ થયા. ભારતમાં અંગ્રેજોએ સ્થાપેલી ઇમ્પિરિયલ શિક્ષણ સેવામાં અધ્યાપક બનનાર તેઓ પ્રથમ ભારતીય હતા. ભારતીય હોવાથી તેમને અડધો પગાર મળતો હતો. બોઝે તેના વિરોધમાં ૧૦ વરસ સુધી લડત આપીને પૂરો પગાર મેળવ્યો અને પિતાનું દેવું ઉતાર્યું. તેમણે ઈ.સ.૧૮૯૫માં વીજળીક કિરણોની શોધ કરી.
જગદીશચંદ્ર બોઝે વનસ્પતિમમાં જીવ છે એ સાબિત કરીને એવાં યંત્રો બનાવ્યાં હતા જે વૃક્ષના એક ઇંચના લાખમાં ભાગ જેટલી વૃદ્ધિને પણ જાણી શકતાં હતાં. આ સંશોધન શરીર વિજ્ઞાન, જીવ વિજ્ઞાન, કૃષિ અને ચિકિત્સા શાસ્ત્રમાં ખૂબ જ કામ લાગ્યું છે. આ યંત્રનું નામ ‘ Groth of Balance by inclined plane’ હતું. લંડનની રોયલ સોસાયટી તેના નિયમ મુજબ એક મહાનુભાવને એક જ વાર વ્યાખ્યાતા તરીકે આમંત્રણ આપે છે, પરંતુ જગદીશચંદ્ર બોઝ એવા પ્રથમ વૈજ્ઞાનિક હતા જેમને આ સોસાયટીએ ત્રણ વાર બોલાવ્યા હતા. બ્રિટીશ સરકારે તેમને ‘કમાંડર ઓફ ધ ઇન્ડિયન અમ્પાયર’ તથા ‘નાઇટ’ની ઉપાધીથી નવાજ્યા હતા.તેમણે આખું જીવન સંશોધન પાછળ ગાળ્યું હતું. વનસ્પતિમાં સજીવ છે કે નિર્જીવ તેનું સંશોધન કરવાનું પણ તેમણે શરૂ કર્યું. અને અંતે તેમણે નક્કી કર્યું કે વનસ્પતિ સજીવ છે. વનસ્પતિ મનુષ્યની માફક દરેક ક્રિયા કરે છે ને લાગણી પણ અનુભવે છે-એવી શોધ જગદીશચંદ્રએ કરી. આ સાબિત કરવા માટે તેમણે એક યંત્ર બનાવ્યું જેનું નામ ‘ રેઝન્ટ રેકોર્ડર ‘ હતું. ઈ.સ.૧૯૨૯માં સર જગદીશચંદ્ર બોઝનો ‘ હીરક મહોત્સવ ‘ ઉજવાયો હતો. તેમનું ૨૨મી નવેમ્બર૧૯૩૭ના દિવસે અવસાન થયું.