ભારતના જાણીતા જીવશાસ્ત્રી ડૉ. ઓબેદ સિદ્દીકીનો જન્મ તા.૭/૧/૧૯૩૨ના રોજ ઉત્તરપ્રદેશના બસ્તી ગામમાં થયો હતો. તેમના પિતા અબ્દુલ મજીદ સિદ્દીકી જીવન વિજ્ઞાની હતા. માતાનું નામ જ્મોલા એમિલ સિદ્દીકી હતું. જેઓ યુનિવર્સિટી મેડીકલ કોલેજમાં હતા. ઓબેદ સિદ્દિકીઈ.સ.૧૯૭૭માં તેમણે સુક્ષ્મ જીવાણું જનનશાસ્ત્રથી પોતાના સંશોધનકાર્યની શરૂઆત કરી હતી. તેમણે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાંથી ગોલ્ડ મેડલ પણ એનાયત થયેલ છે. તેમેણ માસ્ટર ડીગ્રી ઇન્ડિયન ઇન્સ્ટીટયુટ ઓફ ટેકનોલોજી કાનપુરમાંથી મેળવી હતી. ઈ.સ. ૧૯૮૪માં સ્ટેટ યુનિવર્સિટી પુલ્લામ વોશિંગ્ટનમાંથી પી.એચ.ડી.ની ઉપાધી મેળવી હતી. આ ઉપરાંત કોલોરાડો યુનિવર્સિટીમાં ખૂબ જ ટૂંકાગાળામાં ડોકટરેટનીની પડવી મેળવી હતી. તેમણે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં પ્રોફેસર તરીકે સેવા આપી હતી. નેશનલ સેન્ટર ફોર બાયોલોજીકલ સાયન્સીસ , બેગ્લોર સંસ્થાએ તેમણે ખૂબ જ મદદ કરી હતી. ઈ.સ. ૨૦૦૩માં અમેરિકાની રાષ્ટ્રીય વિજ્ઞાન અકાદમી પણ તેમણે વિદેશી સહયોગી તરીકે નિયુક્ત કર્યા હતા. અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી , બનારસ હિંદુ યુનિવર્સિટી તથા જામિયા હર્મદ તેમને ડી.એસ.સી.ની ડીગ્રી એનાયત કરી હતી. ઈ.સ. ૨૦૦૦માં શાંતિસ્વરૂપ ભટ્ટનાગર એવોર્ડ .ઈ.સ.૨૦૦૧માં જી.એમ.મોદી ઇનોવેટીવ સાયન્સ એન્ડ ટેકનોલોજી એવોર્ડ પણ મળ્યો હતો. આ ઉપરાંત ઈ.સ. ૨૦૦૬માં ભારત સરકારે પદ્મ ભૂષણ ઈલકાબથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમણે ન્યૂરો જેનેટિસિસ્ટ તરીકે મશહૂર સિદ્દિકીએ ફળો પરની માખી વિષે પણ શોધકાર્ય કર્યું. તેમણે ‘ડ્રોસો ફિલા’ નામક ફળ પરની માખીની રાસાયણિક સંવેદના અંગે પાયાના પ્રાયોગિક કામની નોંધ કરી હતી. ‘ તેમણે મગજની સૂંઘવાની પ્રક્રિયાની અમારી સમજણ વધારી છે’ . તેમણે ડીએનએના વહન અને ફૂગ તથા જંતુઓના પુનઃ જોડાણને સમજવામાં પણ મહત્વનું યોગદાન આપ્યું હતું