મહાન ભારતીય ગણિતશાસ્ત્રી શ્રી નિવાસ રામાનુજમ આયંગરનો જન્મ તા.૨૨મી ડીસેમ્બર ૧૮૮૭ના દક્ષિણ ભારતના થંજાવર જિલ્લના કુભકોમ ની પાસે આવેલા ઇરોડ નામના ગામમાં થયો હતો. પિતાનું નામ શ્રી નિવાસ આયંગર હતું. તેઓ ચુસ્ત ગરીબ બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. ત[એમના પિતા કપડાની દૂકાન ચલાવતા હતા. માતાનું નામ કોમલતા અમ્મલ એક ધાર્મિક સ્વભાવના મહિલા હતા. રામાનુજમ હાઈસ્કુલમાં દાખલ થાય તે પહેલા જ અંકો,સમીકરણો અને ભૂમિતિ પર તેમની માસ્ટરી હતી. એમના કરતાં મોટા અને આગળના ધોરણોમાં અભ્યાસ કરતા વિધાર્થીઓ ગણિતના દાખલા શીખવા એમની પાસે આવતા હતા. માત્ર ૧૩ વર્ષની નાની વયે રામાનુજમ એક કોલેજની લાયબ્રેરીમાંથી ત્રિકોણમિતિ પુસ્તક લઇ વાંચન કરી શોધ કાર્ય કર્યું. ૧૬ વર્ષની વયે તેઓ ઈ.સ. ૧૯૦૩માં મેટ્રીકનીની પરીક્ષા ગણિતના પ્રથમ વર્ગમાં પાસ કરી. એસ. રામાનુજ ગણિત વિષય પરત્વે વધુ રૂચીને કારણે બીજા વિષયોમાં નબળા પડ્યા. કોલેજની પરીક્ષામાં નાપાસ થતાં તેઓએ સ્કોલરશીપ ગુમાવી. તેઓ આખો દિવસ સંખ્યાઓ જ લખતા બીજું કંઈ કરતા નહિ. જેમને પિતાએ ગુસ્સામાં હાંસી ઉડાવી કે કોઈપણ રીતે પોતાની જીવવા કમાવી ન આપે તેવી નકામી ગણતરીઓ અને સિદ્ધાંતો કાગળ પર ઘસડી ઘસડી પોતાનો સમય બરબાદ કરી રહ્યો છે.
પિતાજીએ વિચાર્યું કે રામાનુજમ ગાંડા થઇ ગયા છે. એટલે એમનું ગાંડપણ હઠાવવા માટે ઈ.સ. ૧૯૦૯માં ૨૨ વર્ષની વયે તેમના લગ્ન જાનકીદેવી સાથે કરવામાં આવ્યા. પોતે ગરીબ પરિવારના હોવાથી રામાનુજને નોકરી કરવી જરૂરી બની. જો કે સદનસીબે મદ્રાસ પોર્ટ ટ્રસ્ટના નિયામક ફાન્સિસ સ્પિંગને ઈ.સ.૧૯૧૨માં પચ્ચીસ રૂપિયાના પગારે કારકૂન તરીકે નોકરી રાખી લીધા. તેમણે પોતાના ૧૨૦ પ્રમેયો કેબ્રીજ યુનિવર્સિટીના પ્રો. હાર્ડીને મોકલ્યા જેનાથી હાર્ડી તેનાથી ખૂબ જ પ્રભાવિત કર્યા. સ્વામીનાથ એકાદ સદીથી જેનો ઉકેલ મળતાં ન હતો. તેવો વેરંગનો પ્રોબ્લેમ તેમણે ઉકેલ્યો. તેમણે લગભગ ૩૦૦૦ પ્રમેયોનું વિવરણ અંકિત કર્યા જે પુસ્તક સ્વરૂપે પ્રગટ કર્યા. રામાનુજને પાઈનું આસન્ન મૂલ્ય માટે ઘણા સૂત્રોની શોધ કરી. ઈ.સ. ૧૯૧૮માં તેમણે ફેલો ઓફ રોયલ સોસાયટી તરીકે ચૂંટી બહુમાન કરવામાં આવ્યું. આ સન્માન મેળવનાર તેઓ પ્રથમ ભારતીય હતા. ઈ.સ.૧૯૧૭માં રામાનુજને એક સૂત્ર આપ્યું જેનાથી કોઈપણ સંખ્યાનું વિભાજન કરી શકાય છે. તેમની પધ્ધતિ વિશ્લેષક પધ્ધતિના નામે ઓળખાય છે. રામાનુજ ભારતીય સભ્યતા અને સંસ્કારના પૂજારી હતા. ઇંગ્લેન્ડ જતા પિતાને વચન આપ્યું કે “ હું ઈંગ્લેન્ડમાં પણ હિન્દુસ્તાની રહીશ અને એવી કોઈ વાત નહિ કરું જેનાથી ભારતીયોને હાની થાય.” ૨૬મી એપ્રિલ ૧૯૨૦ના દિવસે તેમનું અવસાન થયું