દુનિયાના અનેક દેશોમાં કોરોના કંટ્રોલ બહાર, આકરા પ્રતિબંધો અને લોકડાઉન
દુનિયાના અનેક દેશોમાં કોરોના મહામારી કંટ્રોલ બહાર જવાના કારણે કેસોની સંખ્યામાં જોરદાર ઉછાળો આવ્યો છે. કેનેડાના ઓન્ટારિયોમાં ખુબ જ ઝડપી ફેલાઇ રહેલાં કોરોના વાઇરસના સંક્રમણને નિયંત્રણમાં લેવા માટે એક મહિના માટે લોકડાઉન લગાવી દેવામાં આવ્યું છે.
હાલ માં પુરી દુનિયામાં સોંથી વધારે કેસ માટે click here to Map
બીજી તરફ બ્રાઝિલમાં કોરોનાના એક જ દિવસમાં 94,000 કેસો નોંધાયા છે અને 3769 લોકોના મોત થયા છે. પાકિસ્તાન, ફ્રાન્સ અને તુર્કીમાં મોટા પ્રમાણમાં કોરોનાના કેસો સામે આવી રહ્યાં છે.
કેનેડાના ઓન્ટારિયોમાં કોરોનાના દર્દીઓની સંખ્યા વધવાને કારણે લોકડાઉન જાહેર કરીને હોટલ-રેસ્ટોરાંને બંધ કરી દેવામાં આવ્યા છે. માત્ર જરૂરી ચીજવસ્તુઓની દુકાનો પર 50 ટકા લોકોને ખરીદી કરવાની છૂટ આપવામાં આવી છે. કેનેડાના ઓન્ટારિયોમાં રોજના સરેરાશ ચાર હજાર નોંધાવા માંડયા છે.
બીજી તરફ યુકેએ જ્યાં પ્રવાસ કરવાની બંધી છે તેવા દેશોના રેડ લિસ્ટમાં ફિલિપાઇન્સ, કેન્યા, પાકિસ્તાન અને બંગલાદેશનો ઉમેરો કર્યો છે. આ દેશોમાં જવા-આવવા પરનો પ્રતિબંધ નવ એપ્રિલથી અમલમાં આવશે.
આ પણ વાંચો ભારતમાં Covid 19: 24 કલાકમાં 89129 કેસ, 6 મહિનામાં સૌથી મોટો આંકડો
Covid 19: 24 કલાકમાં 89129 કેસ, 6 મહિનામાં સૌથી મોટો આંકડો
ભારતમાં પાછલા 24 કલાકમાં કોવિડના 89,129 નવા કેસ સામે આવ્યા પછી પોઝિટિવ કેસોની સંખ્યા 1,23,92,260 થઈ ગઈ છે. 714 લોકોના મોત પછી ટોટલ મૃત્યુઆંક 1,64,110 થઈ ગયું છે. દેશમાં સક્રિય કેસોની કુલ સંખ્યા 6,58,909 છે અને ડિસ્ચાર્જ કેસોની કુલ સંખ્યા 1,15,69,241 છે.
ભારતીય તબીબી સંશોધન પરિષદ અનુસાર, ભારકીય ભારતમાં ગઈકાલ સુધી કોરોના વાયરસના કુલ 24,69,59,192 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવી ચૂક્યા છે, જેમાંથી 10,46,605 સેમ્પલ ગઈકાલે ટેસ્ટ કરવામાં આવ્યા.
40 દેશોના રેડ લિસ્ટમાંથી આવતાં પ્રવાસીઓને ઇંગ્લેન્ડમાં પ્રવેશ આપવામાં આવશે નહીં. માત્ર બ્રિટિશ અને આઇરિશ નાગરિકોને જ દેશમાં પ્રવેશવા દેવામાં આવશે અને તેમણે સરકારી માન્યતા પ્રાપ્ત ક્વોરન્ટાઇન સુવિધામાં 10 દિવસ ગાળવા પડશે.
બીજી તરફ બ્રાઝિલમાં એક જ દિવસમાં કોરોનાના 91,000 કરતાં વધારે કેસો નોંધાયા છે અને 3769 જણાના મોત થયા છે. માત્ર માર્ચ મહિનામાં જ કોરોનાએ બ્રાઝિલમાં 66,000 કરતાં વધારે લોકોનો ભોગ લીધો છે. ફ્રાન્સમાં પણ એક જ દિવસમાં 50,000 કરતાં વધારે કેસ નોંધાયા હતા અને 308 જણાના મોત થયા હતા. તો તુર્કીમાં પણ એક જ દિવસમાં 40,000 કરતાં વધારે કોરોનાના કેસ નોંધાયા હતા.
પાકિસ્તાનમાં પણ એક જ દિવસમાં કોરોનાના પાંચ હજાર કેસ નોંધાયા હતા. બીજી તરફ પાકિસ્તાનમાં રસી કૌભાંડોની પણ શરૂઆત થઇ ગઇ છે. 1400 બિન અધિકૃત લોકોને રસી આપવાનું કૌભાંડ ત્રણ હોસ્પિટલમાંથી પકડાયું છે. દરમ્યાન રશિયાએ પ્રાણીઓ માટે દુનિયાની સૌ પ્રથમ કોરોના રસી વિકસાવી લીધી છે.
કાર્નિવેક-કોવ નામની આ રસીનું મોટાપાયે ઉત્પાદન એપ્રિલમાં શરૂ થઇ શકે તેમ છે. મોસ્કો દ્વારા માણસો માટે ત્રણ કોરોના રસીઓ સ્પુટનિક ફાઇવ, એપિવેક કોરોના અને કોવિવેકને ઇમરજન્સીમાં વાપરવાની મંજૂરી આપેલી છે.
પ્રાણીઓ માટેની કોરોના રસીની ટ્રાયલ ગયા ઓક્ટોબર મહિનામાં શ્વાન, બિલાડી, શિયાળ, મિન્ક અને અન્ય પ્રાણીઓ પર શરૂ કરવામાં આવી હતી. આ ટ્રાયલના પરિણામો દર્શાવે છે કે પ્રાણીઓમાં એન્ટીબોડીઝ વિકસ્યા હતા અને પ્રાણીઓને રસી લીધા બાદ કોઇ મોટી તકલીફ થઇ નહોતી.
ભારતમાં પુણે સ્થિત સિરમ ઇન્સ્ટિટયુટ ઓફ ઇન્ડિયા દ્વારા એસ્ટ્રાઝેનેકાની રસીની નિકાસ અટકાવી દીધી હોવાથી શ્રીલંકાને રસીના અભાવે રસીકરણને અટકાવી દેવાની ફરજ પડી છે. બીજી તરફ વિજ્ઞાાનીઓએ રસી લેનારાઓને પણ માસ્ક પહેરવાની સલાહ આપી જણાવ્યું હતું કે જેમણે રસી લીધી છે તેમને કોરોના વાઇરસનો ચેપ લાગવાની શકયતા નથી પણ સૌ ટકા સલામત નથી. તેઓ કોરોનાનો ચેપ પણ ફેલાવી શકે છે. Important: Please always Check and Confirm the above details with the official website and Advertisement / Notification.
Tag :
NEWS
0 C "દુનિયાના અનેક દેશોમાં કોરોના કંટ્રોલ બહાર, આકરા પ્રતિબંધો અને લોકડાઉન"