👏🙏👏🙏👏🙏👏🙏👏🙏👏
*📭📮📭ટપાલી હોય છે📮📭📮*
📨📨📩📩📩📩📨📨📨📩📨
બંદગી જેને વહાલી હોય છે,
એમને ઘર પાયમાલી હોય છે.
દાનમાં એ દઈ શકે આખું જગત,
હાથ જેના સાવ ખાલી હોય છે.
આંસુ કેવળ એજ ટપકે આંખથી,
યાદની જેને બહાલી હોય છે.
દૂર હો એનેય જકડે બાહુમાં,
જીવ પણ કેવો ખયાલી હોય છે.
ત્યાં મિલનને ને અહીં નોખાઈને,
સાથસાથે રાતપાલી હોય છે !
પૂછ મા શતરંજ જેવા શખ્સનું,
ચાલ બસ ઊંધી જ ચાલી હોય છે !
મૃત્યુનો સંદેશ જે લાવે કદી,
જિંદગી સહુની ટપાલી હોય છે !
–jigar
*આવ્યો રે ટપાલી આવ્યો રે ટપાલી ,*
ખાખી કોટ ને ખાખી પાટલૂન
માથે ખાખી ટોપી ......
આવ્યો રે ..
બાબાભાઈ કે બેબીબેન
લેજો તમે કાગળ
કાગળ આપીને એ તો વધે આગળ
આવ્યો રે ....
ટાઢ હોય કે તડકો હોય
જરૂર એ તો આવે
ચોમાસાની સિઝનમાં છત્રી સંગે લાવે .
આવ્યો રે ...
0 C "World post day 10-10-18"