ડૉ. મેઘનાદ સહા
મેઘનાદનો
જન્મ તા. ૬-૧૦-૧૮૯૩માં પૂર્વ બંગાળના એક ગામડામાં થયો હતો. એમ.એસસી. થઇને વધુ
અભ્યાસ માટે વિલાયત પણ ગયા, એમણે એમના જીવનના એક મહાન કાર્ય સમી ‘ઇન્સ્ટિટ્યુટ
ઑફ ન્યુક્લીઅર ફિઝિક્સ’ ની સ્થાપના કરી. દેશ-વિદેશની ઘણી
વૈજ્ઞાનિક સંસ્થાઓ સાથે ડાયરેક્ટર,પ્રેસિડેન્ટ કે સભ્યની
ભૂમિકામાં સક્રિય રીતે સંકાળાયેલા હતા. ‘સાયન્સ એન્ડ કલ્ચર’
નામના લોકપ્રિય વૈજ્ઞાનિક પત્રના તેઓ તંત્રી પણ હતા. જગત કેલેન્ડરનો
ભારતીય પ્લાન તૈયાર કરીને તેમણે જાતે જઇને ‘યુનેસ્કો’
કમિટીને સોંપ્યો હતો, બંગભંગની ચળવળમાં ભાગ
લેવા બદલ જ શાળામાંથી એમને કાઢી મૂકવામાં આવ્યા હતા તે જ શાળાએ ૩૦ વર્ષ બાદ પોતાના
વાર્ષિક સમારંભમાં અતિથિ વિશેષ તરીકે તેમનો આમંત્ર્યા હતાં એ પણ કેવા યોગાનુયોગ
કહી શકાય. ઇ.સ. ૧૯૫૬માં એક દિવસ ડૉ.મેઘનાદ સહા અત્યંત મહત્વના કાગળો સાથે
રાષ્ટ્રપતિ ભવન તરફ જઇ રહ્યા હતા ત્યારે તેઓ બેહોશ થઇને પડી ગયા અને તેમનો દેહાંત
થઇ ગયો.
Tag :
VYAKTI VISHESH