સુનામિસ (દરિયાઈ મોજાના તોફાન) આપણે જાણીએ છીએ જમીન આપણને જે
દેખાય છે તે એક ખાસ પ્રકારના મેગ્મા જેવા ઘટ ઉપર તરતો ભાગ છે.જેને આપને પોપડો કહીએ છીએ. દરિયાની નીચે પણ
મેગ્મા વગેરે હોય છે. તેના તળીએ પણ પોપડા હોય છે.દરિયાના તળીએ ચાલતી પોપડાકીય
હલનચલને સુનામિસન ઉદભવનું કારણ માનવામાં આવે છે.સોથી મોટો મહાસાગર પેસિફિક પરિધના
પટ્ટામાં ૮૦ જેટલા ભૂકંપીય હલનચલનથતું જોવા મળે છે.તે પોપડાના હલનચલન નાં કારણે થતું
હોય છે.આ વિભાગમાં ૬ ની તીવ્રવતા વાળા લગભગ દર વર્ષે ૨૦૦ જેટલા ધરતી કંપો થતા હશે.
આવા ઘણા કંપનો સમુદ્રના તળિયે થતા હોય છે. જ્યારે ધરતી કંપતા કંપનો તીવ્ર બનતા હોય
છે.ત્યારે દરિયામાં તીવ્ર મોજાઓ ઉદભવતા હોય છે.જે સુનામિસ તરીકે ઓળખવામાં આવે છે.આ
દરિયાઈ મોજના તોફાનો એલ્યુશિયન દ્રીકલ્પ,કામાચટકા,જાપાની દ્રીક્લ્પો,અલાસ્કા વગેરે
પ્રદેશો તે સામાન્ય રીતે જોવા મળે છે.
Important: Please always Check and Confirm the above details with the official website and Advertisement / Notification.