આચાર્ય વિનોબા
ભાવે
સર્વોદય
ભેખધારી આચાર્ય વિનોબાભાવેનો જન્મ તા.-૧૧-૦૯-૧૮૯૫ ના રોજ મહારાષ્ટ્રના એક ગામડામાં
થયો હતો. એમનું બાળપણનું નામ વિનાયક હતું. તેઓને સ્નાતક થયા બાદ લાગ્યૂં કે
ડિગ્રીને નોકરી સાથે સંબંધ જ ખોટો છે. પોતાના બધા સર્ટિફિકેટો ફાડીને ફેંકી દીધા અને સમાજસેવાના કામમાં લાગી ગયા.ગાંધીજીએ
અંગ્રેજો સામે આંદોલન છેડતાં વિનોબાજી એમાં જોડાયા. વિનોબાજીએ વર્ષા નજીક પનવારમાંસર્વોદય આશ્રમની
સ્થાપના કરી. તેમણે સમગ્ર ભારતની પગપાળા યાત્રા કરી. ભૂમિદાન અને ગ્રામ દાન દ્વારા
સમાજના ઉત્થાનનું કામ કર્યું હતું. એમાં જે જમીન મળતી તે જમીન વિહોણા ખેત દાસોને
મફતમાં આપતા હતા. આમ તેમણે શાંતિ અહિંસક માર્ગે આર્થિક ક્રાંતિ કરી હતી.
Important: Please always Check and Confirm the above details with the official website and Advertisement / Notification.