ગોપાલ કૃષ્ણ ગોખલે
‘મહારાષ્ટ્રનું રત્ન’ ગોપાલકૃષ્ણનો જન્મ ઇ.સ.1866 માં મહારાષ્ટ્રના રત્નાગીરી જીલ્લાના કોથાપુર ગામે થયો હતો.
ગોખલેએ કોથાપુર અને મુંબઈની એલ્ફીન્સ્ટન કોલેજમાં શિક્ષણ પ્રાપ્ત કર્યું હતું, મુંબઈમાં ન્યુ ઈંગ્લીશ સ્કુલમાં શિક્ષક થયા, ફર્ગ્યુશન કોલેજમાં પ્રધાનાચાર્ય વગેરે તેઓની વ્યવસાયી કારકિર્દી હતી. ગોખલે
કોંગ્રેસની મવાળવાદી વિચારધારાના સમર્થક હતા.૧૯૦૫ માં કોંગ્રેસના પ્રમુખ પણ થયા
હતા.પણ તેમનું સૌથી મહત્વનું કામ તે ૧૯૦૪માં સ્થાપેલી ભારત સેવક સમાજ નામની
સંસ્થા.આ સંસ્થાના આશ્રયે સેંકડોની સંખ્યામાં ભારત સેવકો તૈયાર કર્યા હતા . તેનું
શ્રેષ્ઠ ઉદાહરણ તે આપણા ઠકકરબાપા.બ્રિટીશ શાસન અંતર્ગત અનેક રાજકીય હોદ્દાઓ પણ ગોખલેએ દીપાવ્યા હતા.
તેઓ અહિંસા અને સરકારી સંસ્થાઓમાં સુધારાઓ એવા બે સિધ્ધાંતો દ્વારા સ્વતંત્રતા અને
સમાજ સુધારનાં ધ્યેયને પ્રાપ્ત કરવાના મતના હતા."ભારત વિકાસની ચાવી
શિક્ષણ"માં જોતાં ગોખલે ગુણવતાવાળા
અંગ્રેજી પુસ્તકો પુષ્કળ વાંચતા .પરિણામે
તેમના વિષે કહેવાતું કે "ગોખલેએ જે પુસ્તક ના વાંચ્યું હોય તે પુસ્તક વાંચવા
જેવું નહિ જ હોય".ગાંધીજીએ તેમની આત્મકથામાં ગોખલેને "ગંગા જેવા પવિત્ર
"કહી પોતાના રાજકીય ગુરુ તરીકે સ્થાપ્યા હતા.
Important: Please always Check and Confirm the above details with the official website and Advertisement / Notification.
Tag :
VYAKTI VISHESH