આંખની કીકીનું કામ લેન્સ જેવું હોય છે. તે ડોળાની પાછળ રહેલા કોર્નિયા પર પ્રતિબિંબ અસ્પષ્ટ થાય ત્યારે માણસને દ્રષ્ય ધુંધળુ દેખાય છે. નજીકનું વાંચી શકાતું નથી. ચશ્માંના લેન્સ આ પ્રતિબિંબ સ્પષ્ટ બનાવે છે એટલે ચશ્મા પહેરવાથી વધુ સ્પષ્ટ દેખાય છે.ચશ્માની શોધ કોણે કરી તે એક રહસ્ય છે પરંતું બાયફોકલ લેન્સની શોધ બેન્જામીન ફ્રેન્કલીને કરેલી. પ્રાચીન રોમન લેખકોના વર્ણન પ્રમાણે રોમનો સમ્રાટ નિરો પારદર્શક હીરાનો ચશ્માની જેમ ઉપયોગ કરતો હતો.નબળી દ્રષ્ટી વાળાને ઉપયોગી થાય તેવા ચશ્માની શોધ 10 મી સદીમાં ચીનમાં થઈ હતી. 13 મી સદીમાં તે યુરોપમાં આવ્યા. આ પ્રકારના જુના ચશ્માં જોકે આંખ ઉપર પહેરી શકાતા ન હતા. હાલમાં આંખ સામે ધરી તેનો ઉપયોગ કરવામાં આવતો હતો.બંને કાન ઉપર દંડી અને મજબુત ફ્રેમવાળા ચશ્માની શોધ બ્રિટનના એડવર્ડ સ્કાર્લેર્ટ ઈ.સ 1724 માં કરેલી . ત્યારબાદ વિવિધ પ્રકાર અને આકારના ચશ્મા બનવા લાગ્યા. Important: Please always Check and Confirm the above details with the official website and Advertisement / Notification.
Tag :
JANVA JEVU