મોહનલાલ પંડ્યા
મોહનલાલ
કામેશ્વર પંડ્યાનો જન્મ 21 જુન ,1872 નાં રોજ કઠલાલનાં ખેડાજીલ્લા માં થયો હતો . 1917માં ગોધરામાં ભરાયેલી પહેલી રાજકીય પરિષદ પછી જાહેર જીવનમાં સક્રિય થયા
હતા. એ પહેલા પણ ભૂગર્ભ પ્રવૃત્તિઓ અને જંગલમાં છાપખાનું ઊભું કરી બનાવતી નામે
બોમ્બ બનાવવાનું સાહિત્ય પ્રકાશિત કરવું વગેરે પણ તેઓની પ્રવૃત્તિ રહી હતી.ગુજરાત
કક્ષાએ 1935 સુધી થયેલા મોટાભાગના સત્યાગ્રહો અને રચનાત્મક
પ્રવૃત્તિઓમાં મોહનલાલ પંડ્યાનું યોગદાન રહ્યું હતું. ખેડા સત્યાગ્રહમાં જમીન
મહેસૂલ વધારા વિરુદ્ધના સત્યાગ્રહમાં અંગ્રેજ સરકારે ખેડૂતોના ખેતરો ખાલસા કર્યા
હતા. તેની સામે મોહનલાલ પંડ્યાના નેતૃત્વમાં ખેડા જિલ્લાના નવાગામ ગામેથી 200
ખેડૂતોએ રાતોરાત ખેતરમાંથી ડુંગળીનો ઊભો પાક ઉપાડી ઘર ભેગો કર્યો
હતો તેની સામે મોહનલાલ પંડ્યા સામે કેસ ચલાવી તેઓને 20 દિવસની
કેદની સજા કરવામાં આવી હતી.તેમના પર ચાલેલા કોર્ટ કેસ દરમિયાન ખુદ ગાંધીજી પણ
કોર્ટમાં હાજર રહ્યા હતા.એટલું જ નહિ મોહનલાલ પંડ્યાને ‘ડુંગળીચોર’નું બિરુદ આપી પોતાની આત્મકથામાં તેમના વિષે ડુંગળીચોર નામનું એક પ્રકરણ
પણ લખ્યું છે.મોહનલાલ પંડ્યાનું 1935 માં અવસાન થયું હતું.
Important: Please always Check and Confirm the above details with the official website and Advertisement / Notification.
Tag :
VYAKTI VISHESH