(ક.મા. મુનશી, ઉપનામ: ઘનશ્યામ વ્યાસ) ગુજરાતી ભાષાના જાણીતા નવલકથાકાર, નાટ્યકાર, વાર્તાકાર, ચરિત્રકાર, નિબંધકાર હતા. તેમનો જન્મ ૩૦ ડિસેમ્બર ૧૮૮૭ના રોજ ભરૂચમાં થયો હતો. તેમના પિતાનું નામ માણેકલાલ અને માતાનું નામ તાપી બા હતું. ૧૯૦૧માં તેમણે મૅટ્રિકની પરિક્ષા પાસ કરીને ૧૯૦૨માં વડોદરા કૉલેજમાં પ્રવેશ મેળવ્યો. ઓગણીસ વર્ષની ઉંમરે 'એલિસ પ્રાઈઝ' સાથે તેમણે વિનયનના સ્નાતકની પદવી મેળવી અને ૧૯૧૦માં એલ.એલ.બી.ની પરિક્ષામાં ઉત્તિર્ણ થયા. ૧૯૧૩માં મુંબઈમાં વકીલાતનો વ્યવસાય શરૂ કર્યો. સાહિત્યની સેવાના પ્રારંભ રૂપે ૧૯૨૨માં ‘ગુજરાત’ માસિકનો પ્રારંભ કર્યો. તેમની સુદિર્ઘ કારકિર્દી દરમ્યાન ૧૯૩૭માં મુંબઈ રાજ્યના ગૃહપ્રધાન, ૧૯૪૮માં રાષ્ટ્રની બંધારણ સભાના સભ્ય, એ પછી કેન્દ્રીય પ્રધાનમંડળમાં ખેતીવાડી ખાતાના પ્રધાન, ૧૯૫૨ની ચૂંટણી પછી ઉત્તરપ્રદેશના રાજ્યપાલ વગેરે જેવા હોદ્દા સંભાળ્યા. તેમણે ૧૯૩૮માં ભારતીય વિદ્યા ભવનની સ્થાપના કરી અને ૧૯૩૭, ૧૯૪૯, ૧૯૫૫માં ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ તરીકે પણ રહ્યા. ૮ ફેબ્રુઆરી ૧૯૭૧ના દીવસે ૮૩ વર્ષની જૈફ વયે મુંબઈમાં તેમનું અવસાન થયું. કનૈયાલાલ મુન્શીની પહેલી નવલકથા 'પાટણની પ્રભુતા' જે તેમણે ઘનશ્યામના નામે લખી હતી. જ્યારે પાટણની પ્રભુતાને આવકાર મળ્યો ત્યાર પછી તેમણે પોતાના સાચા નામે ગુજરાતી સાહિત્યમાં લખવાનુ શરૂ કર્યું. 'જય સોમનાથ' એ 'રાજાધિરાજ' પછી લખાયેલ કૃતિ છે, પણ હંમેશા પહેલી ગણાય છે.જીવનના અંતિમ વર્ષોમાં તેઓ કૃષ્ણભક્તિ તરફ વળ્યા હતા અને એટલે તેમની છેલ્લી રચના કૃષ્ણાવતાર છે, જે અધુરી છે Important: Please always Check and Confirm the above details with the official website and Advertisement / Notification.
Tag :
VYAKTI VISHESH