ઇન્દુલાલ યાજ્ઞિક
યાજ્ઞિક
ઇન્દુલાલ કનૈયાલાલ, ‘પામદત્ત’ અને ઈન્દુચાચા
નાં નામ ઉપનામ તરીકે જાણીતા ઇન્દુલાલ યાજ્ઞિકનો
જન્મ તા- ૨૨-૨-૧૮૯૨ રોજ નડીયાદમાં થયો
હતો. તેઓ એક સમાજશાસ્ત્રી, આત્મકથાકાર, નાટ્યકાર, નવલકથાકાર હતા.પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ પણ તેમણે ત્યાં જ
મેળવ્યું હતું. તેઓ ૧૯૦૬માં મૅટ્રિક, ૧૯૧૦માં પદાર્થવિજ્ઞાન-રસાયણશાસ્ત્ર વિષયો સાથે મુંબઈ
યુનિવર્સિટીમાંથી બી.એ. અને ૧૯૧૨માં એલએલ.બી. થયા હતા. તેમણે ૧૯૧૩ થી ૧૯૧૫ સુધી
વકીલાત કરી હતી તે દરમિયાન ‘હિંદુસ્તાન’ દૈનિકમાં અગ્રલેખો લખવાની શરૂઆત. પણ તેમણે
કરેલી. ૧૯૧૫માં વકીલાત છોડી સમાજસેવા અને દેશસેવામાં જીવન સમર્પિત કરવાનો નિર્ણય
કર્યો હતો. ‘નવજીવન અને સત્ય’ માસિકના તંત્રી તરીકે તેમણે સેવા આપી હતી અને ૧૯૨૨માં
‘યુગધર્મ’ની શરૂઆત પણ કરી હતી. દેશસેવાનું કામ છોડી થોડા વખત ફિલ્મક્ષેત્રમાં પણ
તેમણે જંપલાવ્યું હતું. ‘પાવાગઢનું પતન’ ફિલ્મનું નિર્માણ તેમના દ્વારા કરાયું
હતું. બીજી ફિલ્મ ઉતારવાનો પ્રયત્ન કર્યો હતો પણ અધૂરો રહ્યો હતો.. ૧૯૩૦ થી ૧૯૩૫
સુધી વિદેશમાં વસવાટ કર્યો હતો. ૧૯૩૬માં ભારત પાછા આવી વિવિધ રાજકીય આંદલનોમાં
સક્રિય ભૂમિકા ભજવી હતી. ૧૯૪૨માં ‘નૂતન ગુજરાત’ના તંત્રી તરીકે જોડાયા હતા. બાદમાં
૧૯૪૪માં નેનપુરમાં આશ્રમ ખોલીને રચનાત્મક પ્રવૃત્તિઓ આરંભી હતી. તેમને નર્મદ
સુવર્ણચંદ્રકથી સન્માનિત કરવામાં આવ્યા હતા. સ્વાતંત્ર્યપ્રાપ્તિ પછી મહાગુજરાત
આંદોલનના સેનાની તરીકે પણ તેમણે સક્રિય ભૂમિકા ભજવી હતી. ઘણાં વર્ષ સુધી લોક સભાના
સભ્ય રહ્યા હતા. અમદાવાદ ખાતે તેમનું અવસાન થયું હતું
Important: Please always Check and Confirm the above details with the official website and Advertisement / Notification.
Tag :
VYAKTI VISHESH