કવિ નર્મદ
ગુજરાતી સાહિત્યના ખ્યાતનામ કવિ થઈ ગયા.
તેમનું મૂળ નામ નર્મદાશંકર લાલશંકર દવે હતું. તેમનો જન્મ ૨૪ ઓગસ્ટ ૧૮૩૩ના રોજ સુરત
શહેરમાં થયો હતો. મુંબઈમાં કોલેજનો અભ્યાસ કર્યો જે અધુરો મુક્યો હતો અને શિક્ષકની
નોકરી સ્વિકારી હતી. ૧૮૬૪માં સુધારક ઝનૂન દાખવતા ‘દાંડિયો’
પખવાડિકનો આરંભ કર્યો પરંતુ ૧૮૭૫ પછી સુધારા વિશેના તેમના વિચારોમાં
પરિવર્તન આવતાં તેમણે આર્યધર્મ અને સંસ્કૃતિના પુનરુત્થાનને સ્વધર્મ ગણ્યો. જય જય
ગરવી ગુજરાતના સર્જક નર્મદ ગુજરાતીના પ્રથમ શબ્દકોષકાર, ગદ્યકાર
અને ચરિત્રકાર હતા. તેમને ગુજરાતી વ્યાકરણ અંગેના ગ્રંથો લખ્યા હતાં. ૧૮૮૨માં
પ્રતિજ્ઞા ત્યજી ગોકુલદાસ તેજપાળના ધર્માદા ખાતામાં મંત્રીપદે નોકરી સ્વીકારી. ૨૬
ફેબ્રુઆરી ૧૮૮૬ના રોજ આઠ મહિનાની માંદગી પછી તેમનું અવસાન થયું.કવિ ઉપરાંત તેઓ
નિબંધકાર, આત્મકથાકાર, નાટ્યસંવાદલેખક,
કોશકાર, પિંગળકાર, સંપાદક
અને સંશોધક તરીકે પણ જાણીતા છે. તથા વિવિધ
પદ્યસ્વરૂપો અને ગદ્યસ્વરૂપોમાં એમણે કરેલી પહેલને કારણે તેઓ ‘અર્વાચીનોમાં આદ્ય’ અને ‘નવયુગનો
પ્રહરી’ ગણાયા છે.
Important: Please always Check and Confirm the above details with the official website and Advertisement / Notification.
Tag :
VYAKTI VISHESH