તેમનો જન્મ 25 ડિસેમ્બર 1924ના રોજ ગ્વાલિયરમાં થયો હતો. તેમણે માત્ર એક સારા રાજકીય નેતા તરીકે જ નહીં પરંતુ એક સારા કવિ તરીકે પણ ખુબ પ્રસિદ્ધિ મેળવી છે. તેમણે એક શાનદાર વક્તા સ્વરૂપે લોકોના મન પણ જીત્યા છે. ૧૯૭૭માં મોરારજીભાઈ દેસાઈ વડા પ્રધાન બન્યા તે વખતે તેઓ વિદેશમંત્રી બન્યા હતા.વાજપેયી પ્રજાસત્તાક ભારતના 10માં પ્રધાનમંત્રી બન્યા. પહેલા તેઓ 1996માં 13 દિવસો માટે પ્રધાનમંત્રી બન્યા અને પછી ત્યારબાદ 19 માર્ચ 1998થી લઈને 22 મે 2004 સુધી સત્તાની ડોર પ્રધાનમંત્રીના રૂપમા તેમના હાથમાં રહી.તેઓ કુલ નવ વખત લોકસભાના સભ્ય અને બે વખત રાજ્ય સભાના સભ્ય રહ્યા હતા. અલગ અલગ સામાન્ય ચૂંટણીમાં અલગ અલગ ચાર રાજ્યો માંથી ચૂંટાનારા તેઓ એક્માત્ર સંસદ સભ્ય હતા. તેમને કવિતા સાંભળવી અને રચવી તેનો વ્યક્તિગત શોખ છે. તેમના ખુદના લખેલાં કાવ્યો ઘણાં જ સુંદર છે. ભાષાનો વૈભવ અને શબ્દોનો પ્રાસ મેળવવાની તેમની કુનેહ પ્રશંસનીય છે.જયારે તેઓ વડા પ્રધાન હતા તે વખતે તેમણે લીધેલા એક-બે બાબતના નિર્ણયોની ખૂબ જ દૂરગામી અસર થાય તેવી બાબતો હતી તેમને ‘ભારત રત્ન’થી નવાજવામાં આવ્યા હતા..તેમનું 16/8/2018 ના રોજ 94 વર્ષની વયે નિધન થયું. Important: Please always Check and Confirm the above details with the official website and Advertisement / Notification.
Tag :
VYAKTI VISHESH