⛈🌧 *ગુજરાતી લોક્સાહિત્ય પ્રમાણે ૧૨ પ્રકારના મેઘનુ વર્ણન કરવામાં આવેલ છે.*
🌧⛈લોક સાહિત્યમાં મનાતા બાર પ્રકારના મેઘ નીચે મુજબ છે:
⛱🌧 *ફરફર*
➖ જેનાથી માત્ર હાથપગના રૂંવાડા જ ભીના થાય તેવો નજીવો વરસાદ.
⛱⛈ *છાંટા*
➖ફરફરથી વધુ વરસાદ.
⛈⛱ *ફોરા છાંટાથી વધુ- મોટા ટીપાં.*
🌧⛱ *કરા*
➖ફોરાથી વધુ પણ જેનું તરત જ બરફમાં રૂપાંતર થઈ જાય તેવો વરસાદ.
*🌧⛱પછેડીવા*
➖ પછેડીથી રક્ષણ થાય તેવો વરસાદ.
*🌧⛱નેવાધાર*
➖ છાપરાના નેવા ઉપરથી (નળીયા ઉપરથી) પાણી વહે તેવો વરસાદ.
*🌧⛱મોલ મેહ*
➖ મોલ એટલે પાકને જરૂરી હોય તેવો વરસાદ.
*🌧⛱અનરાધાર*
➖ એક છાંટો, બીજા છાંટાને સ્પર્શી જાય અને ધાર પડે તેવો વરસાદ.
*🌧⛱મૂશળધાર*
➖અનારાધારથી તીવ્ર વરસાદ (મુશળ = સાંબેલું )
➖ આ વરસાદને *સાંબેલાધાર વરસાદ* પણ કહેવામાં આવે છે.
*🌧⛱ઢેફાભાંગ*
➖વરસાદની તીવ્રતાથી ખેતરોમાં માટીના ઢેફા નરમ થઈ તૂટી જાય તેવો વરસાદ.
🌧⛱ *પાણ મેહ* 🌧
➖ખેતરો પાણીથી છલોછલ ભરાઇ જાય અને કૂવાના પાણી ઉપર આવી જાય તેવો વરસાદ.
*🌧⛱હેલી* ⛱🌧
➖👆🏼ઉપરના અગિયાર પ્રકારના વરસાદમાંથી કોઈને કોઈ વરસાદ સતત એક અઠવાડીયું ચાલે તેને *હેલી* કહેવામાં આવે છે.
🌧⛈🌧⛈🌧⛈🌧⛈🌧⛈🌧
Important: Please always Check and Confirm the above details with the official website and Advertisement / Notification.
0 C "⛈🌧 *ગુજરાતી લોક્સાહિત્ય પ્રમાણે ૧૨ પ્રકારના મેઘનુ વર્ણન કરવામાં આવેલ છે.* "