✍ Kartavya
જીભ વિશે જાણવા જેવું
જીભ વિશે જાણવા જેવું
કદની દ્રષ્ટિએ જીભ શરીરનો સૌથી મજબૂત સ્નાયુ છે.
આપણા શરીરમાં જીભ એક જ સ્નાયુ એવો છે કે જેનો એક છેડો ખુલ્લો છે અને બીજો છેડો ગળામાં જોડાયેલો છે.
જીભ ઉપર થયેલી ઈજા સૌથી વધુ ઝડપથી મટી જાય છે.
ફિંગર પ્રિન્ટ ની જેમ દરેક વ્યક્તિની જીભની સપાટીની છાપ પણ અલગ અલગ હોય છે.
જીભ ઉપર 3000 કરતા વધુ સ્વાદગ્રંથિઓ હોય છે.
આપણે કેટલાક શબ્દો બોલવામાં જીભનો ઉપયોગ ફરજીયાત છે.
મગર પોતાની જીભ બહાર કાઢી શકતો નથી.
કાચીંડાની જીભ તેના શરીરની લંબાઈ કરતા વધુ લાંબી હોય છે.
દેડકો મચ્છર જેવા ઊડતાં જંતુઓને જીભના લબકારાથી ઝડપી લે છે.
સાપની જીભને 2 ફાંટા હોય છે.
જિરાફની જીભ ઉપર વાળ હોય છે એટલે તે કાટાવાળા ઝાડપાન ખાઈ શકે છે.
જીભ ઉપરની સ્વાદ ગ્રંથિઓ દર 10- 12 દિવસે નાશ પામીને નવી ઉત્પન્ન થયા કરે છે.
Important: Please always Check and Confirm the above details with the official website and Advertisement / Notification.
Tag :
JANVA JEVU