*સજીવ સૃષ્ટિનો પ્રાણ :-*
* ઓક્સિજન *
- પૃથ્વી પરના સજીવો હવામાંથી ઓક્સિજન મેળવી જીવે છે.
- ઓક્સિજન વાયુ સૌથી વધુ સક્રિય છે અને સરળતાથી પ્રતિક્રિયા કરે છે.
- ચોક્કસ ઉષ્ણતામાન અને દબાણમાં ઓક્સિજનના બે અણુઓ જોડાઈને રંગ, ગંધ અને સ્વાદ વિનાનો વાયુ બને છે.
- હવામાં ઓક્સિજનનું પ્રમાણ ૨૧ ટકા છે. પૃથ્વીના પેટાળની માટીમાં પણ ૪૭ ટકા ઓક્સિજન ભળેલો હોય છે.
- ઓઝોન વાયુ ઓક્સિજનના ત્રણ અણુઓ જોડાઈને બનેલો છે.
- સૂર્યના દળમાં ૨ ટકા ઓક્સિજન હોય છે.
- ઓક્સિજનની શોધમાં કાર્લ વિલ્હેમ શીલ, જોસેફ પ્રિસ્ટલી અને એન્ટોની લેવોઇઝરની મહત્વની ભૂમિકા હતી.
- કાચી ધાતુમાંથી શુદ્ધ ધાતુ મેળવવા, પાણીના શુદ્ધિકરણોમાં, રોકેટના ઇંધણમાં ઉદ્દીપક તરીકે પણ ઓક્સિજનનો ઉપયોગ થાય છે.
➖➖➖➖➖➖➖➖➖➖➖
*કોલકાતાનું ભવ્ય વિકટોરિયા મેમોરિયલ :-*
કોલકાતામાં બ્રિટનના મહારાણી કિવન વિકટોરિયાની સ્મૃતિમાં અંગ્રેજ શાસન દરમિયાન બંધાયેલું આરસપહાણનું સુંદર ભવ્ય સ્મારક સહેલાણીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે.
વિકટોરિયા મેમોરિયલ ૧૯૨૧માં બંધાઈને તૈયાર થયેલું. હુગલી નદીના કિનારે આવેલું આ મહાલય ૧૦૩ મીટર લાંબુ, ૬૯ મીટર પહોળુ અને ૫૬ મીટર ઊંચું છે. સમગ્ર મહેલ કર્ણાટકના સફેદ આરસથી બનેલો છે. વચ્ચેનો મુખ્ય ઘુમ્મટ ૪.૯ મીટરનો છે. મહેલમાં સંખ્યાબંધ ભવ્ય શિલ્પ કૃતિઓ છે. ભારતમાં તાજમહેલ પછી સુંદર ઇમારતોમાં આ મહેલનો બીજો ક્રમ આવે.
મેમોરિયલને ૨૫ ગેલેરી છે. રોયલ ગેલેરી, પોટ્રેટ ગેલેરી, શસ્ત્રોની ગેલેરી એમ તમામ ગેલેરીઓમાં જોવાલાયક ચીજોનો સંગ્રહ છે. રોયલ ગેલેરીમાં મહારાણીના જીવનકાળ અંગેના ભવ્ય ચિત્રો અને શિલ્પો છે. કોલકાતા ગેલેરીમાં કોલકાતાના ઇતિહાસ સાથે સંકળાયેલી ચીજ-વસ્તુઓ અને ચિત્રો છે. મેમોરિયલની ફરતે ૬૪ એકરમાં ભવ્ય બગીચો છે. ૨૧ માળી આ બગીચાની સારસંભાળ રાખે છે.
➖➖➖➖➖➖➖➖➖➖➖
* વિશ્વનો સૌથી મોટો પોપટ :- *
* પામકોકેટુ *
ઓસ્ટ્રેલિયામાં જોવા મળતો પામકોકેટુ સૌથી મોટા- પોપટની જાત છે. કહેવાય છે પોપટ પણ તે લીલા રંગનો નથી. પામકોકેટુ રાખોડી રંગના હોય છે. વાંકી પણ સૌથી મોટી ચાંચવાળા આ પોપટને માથે કલગી હોય છે. આ પોપટ બે ફૂટ લાંબા હોય છે. અને લગભગ એક કિલો વજનના હોય છે. આ પોપટની ચાંચ મોટી અને મજબૂત હોય છે તે ઝાડની ડાળ પણ કાપી શકે છે.
પોમકોકેટુ અન્ય પોપટની જેમ આપણી ભાષા પણ બોલી શકે છે અને જાત જાતની વ્હીસલ જેવા અવાજ કાઢે છે. આ પોપટની બીજી વિશેષતા પણ છે. નર પામકોકટુ ઝાડની ડાળીમાંથી લાંબી લાકડી કાપી ચાંચમાં પકડી ઝાડના થડ સાથે અથડાવી ઢોલ વગાડે છે. અને વાતાવરણ ગજવી મૂકે છે. દેખાવમાં વિચિત્ર લાગતા આ પોપટને ન્યુ ગોયાનાનાં લોકો પાળે છે.
Important: Please always Check and Confirm the above details with the official website and Advertisement / Notification.
Tag :
GK