ઇન્દિરા ગાંધીનો નો જન્મ ૧૯ નવેમ્બર 1917 માં અલહાબાદ મા થયો હતો. તેમના પિતાનું નામ પંડિત જવાહરલાલ નહેરુ અને માતાનું નામ કમલા નહેરુ હતું. તેમના પતિ ફિરોઝ ગાંધી હતા. તેમણે શાંતિનિકેતન કેમ્બ્રિજ ને સ્વિત્ઝરલેન્ડ માં શિક્ષણ લીધું.બાળપણથી જ સ્વાતંત્ર્ય - આંદોલન માં ભાગ લીધો. ગાંધીજીના સંપર્કમાં આવ્યા .તેમની પાસેથી માર્ગદર્શન મેળવ્યું .લાલબહાદુર શાસ્ત્રીના પ્રધાનમંડળમાં તેમને માહિતી અને પ્રસારણ મંત્રાલય સોંપાયું . શાસ્ત્રીજીનું અવસાન થતાં ઇન્દિરાજીને વડાપ્રધાન બનાવ્યાં .બેંકના નાણાં દેશના વિકાસમાં કામ આવે તે માટે બેન્કોનું રાષ્ટ્રીયકરણ કર્યું. 25 જૂન, 1975માં કટોકટી લાદવામાં તેમના નિર્ણયની ટીકા થઈ. પરિણામે તેમણે ત્રણ વર્ષ વિપક્ષ તરીકે ગાળીને ભોગવવું પડ્યું હતું 1980માં તેઓ ફરીથી વડાપ્રધાન બન્યાં અને એ પછી તેઓ પંજાબના ભાગલા અંગે વધતા જતા સંઘર્ષ માં ઊંડા ઉતારતા ગયા.આથી શીખો રોષે ભરાયા. એવામાં તા.31/10/1984 ના દિવસે પોતાના જ અંગરક્ષકો દ્વારા તેમની હત્યા કરાઈ.
Tag :
VYAKTI VISHESH