બે રીત શક્ય છે:
૧) પહેલાં ૩ લિટરનું માપીયું ભરો અને તે તેલ ૫ લિટરના માપીયાંમાં નાખો.
ફરી ૩ લિટરનું માપીયું ભરો અને તે તેલ ૫ લિટરના માપીયાંમાં નાખો. હવે ૩ લિટરના માપીયાંમાં ૧ લિટર તેલ બાકી રહેશે.
૫ લિટરનું માપીયું ખાલી કરી, આ ૧ લિટર તેલ તેમાં નાખો.
ફરી ૩ લિટરનું માપીયું ભરો અને તે તેલ ૫ લિટરના માપીયાંમાં નાખો, જેથી ૫ લિટરના માપીયાંમાં ૪ લિટર તેલ થઇ જશે.
૨) પહેલાં ૫ લિટરનું માપીયું ભરો અને તે તેલ ૩ લિટરના માપીયાંમાં નાખો. હવે ૫ લિટરના માપીયાંમાં ૨ લિટર તેલ બાકી રહેશે.
૩ લિટરનું માપીયું ખાલી કરી, આ ૨ લિટર તેલ તેમાં નાખો.
ફરી ૫ લિટરનું માપીયું ભરો અને તે તેલ ૩ લિટરના માપીયાંમાં નાખો, જેમાં ફક્ત ૧ લિટર તેલ જ જશે, જેથી ૫ લિટરના માપીયાંમાં ૪ લિટર તેલ બાકી રહેશે.
હવે “મગજ કસો”ના પેજ પર પાછા જવા માટે અહીં ક્લિક કરો.
Important: Please always Check and Confirm the above details with the official website and Advertisement / Notification.
Tag :
કોયડાઓ