Kali chaudas 2022 । કાળી ચૌદશ શું છે? ‘કાળી ચૌદશનું ધાર્મિક મહત્વ, પૂજાનો સમય, મહત્વ અને મંત્ર જાણો
Kali chaudas 2022 । કાળી ચૌદશ શું છે? ‘કાળી ચૌદશનું ધાર્મિક મહત્વ, પૂજાનો સમય, મહત્વ અને મંત્ર જાણો

હિંદુ ધર્મ ની પરંપરા મુજબ તહેવારોની શરૂઆત કેટલાંક વિસ્તારોમાં એકાદશીથી થાય છે, તો કેટલાંક વિસ્તારોમાં ધનતેરસથી. દિવાળીના તહેવારો પૈકીનો એક તહેવાર એટલે કાળી ચૌદશ. કાળી ચૌદશનું (Kali Chaudas) બીજું નામ નરક ચતુર્દશી પણ છે. કાળી ચૌદશને રૂપચૌદસ પણ કહે છે. આ દિવસે ભગવાન કૃષ્ણએ નરકાસુર નામના અસુરનો વધ કરીને પ્રજાજનોને તેના ત્રાસમાંથી ઉગાર્યા (History of Kali Chaudas) હતા. આથી નરક ચતુર્દસી પણ કહેવાય છે. કાળી ચૌદશ એ મેલી વિદ્યાનાં સાધકોનો ખાસ દિવસ છે. તેઓ એમ માને છે કે આજનાં દિવસે સ્મશાનમાં સાધના કરવાથી તેમની બધી વિધિઓ પૂર્ણ થાય છે, અને તેમની વિદ્યાશક્તિ વધુ મજબૂત થાય છે.
કાળી ચૌદસ 2022 ક્યારે છે?
કાળી ચૌદસને દેશમાં અલગ અલગ નામથી ઉજવવામાં આવે છે. કેટલાક સ્થળોએ કાળી ચૌદસને નરક ચૌદસ અથવા રૂપ ચતુર્દશી તરીકે પણ ઉજવવામાં આવે છે. હિન્દુ કેલેન્ડર અનુસાર આ વર્ષે23 ઓક્ટોબરે કાળી ચૌદસની ઉજવણી કરવામાં આવશે. દર વર્ષે કાર્તિક મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિએ પણ કાળી ચૌદસની ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે કાળી ચૌદસે પૂજા મુહૂર્ત 22 ઓક્ટોબર 2022ના રાત્રે 11.42 વાગ્યાથી 23 ઓક્ટોબરે બપોરે 12.33 વાગ્યા સુધી રહેશે.
કાળી ચૌદશનુ મહત્વ
કાળી ચૌદશનુ મહત્વ કહેવાય છે કે કાળી ચૌદશના દિવસે પૂજા કરવાથી બધી ખરાબ આત્માઓથી છૂટકારો મળી જાય છે. કાળી ચૌદશને તાંત્રિક અને અઘોરીઓ માટે તપસ્યા અને તેમના વિશિષ્ટ અનુષ્ઠાનો માટે આદર્શ દિવસ માનવામાં આવે છે. મા કાળી દરેક રીતે પોતાના ભક્તોની રક્ષા કરે છે અને તેમને સુખ-સમૃદ્ધિના આશીર્વાદ આપે છે.કાલી ચૌદસને છોટી દિવાળી પણ કહેવામાં આવે છે, આ દિવસે ઘરની નરક એટલે કે ગંદકી દૂર કરવામાં આવે છે, આ દિવસે ઘરમાંથી કકળાટ દૂર કરવાનો પણ રિવાજ છે. ઘરના કકળાટ કે કંકાશમાંથી છુટકારો મેળવવા માટે ગૃહિણી થાળી તથા વેલણ વગાડતા વગાડતા ઘરની નજીકના ચકલા સુઘી જાય છે અને ત્યાં દીવો પ્રગટાવે છે. કહેવાય છે કે આમ કરવાથી ઘરમાં કોઈ ઝઘડો નથી અને કકળાટ દુર થાય છે.
કાળી ચૌદશ પૂજા નું મહત્વ
હિંદુ ધર્મ ની માન્યતા અનુસાર કાળી ચૌદસના દિવસે મહાકાળી માં ના આશીર્વાદ મેળવવાથી સફળતા મળે છે, સત્યનો વિજય થાય છે. કાળી ચૌદસને રૂપ ચતુર્દશી તરીકે પણ ઓળખવામાં આવે છે. રાજસ્થાનમાં, આ દિવસે બધા લોકો સવારે વહેલા ઉઠે છે અને કચરો લગાવીને સ્નાન કરે છે, એવું માનવામાં આવે છે કે શરીર શુદ્ધ થાય છે અને વ્યક્તિને પાપોમાંથી મુક્તિ મળે છે. બધી સ્ત્રીઓ સરસ વસ્ત્રો પહેરીને તૈયાર થઈ જાય છે. કાળી ચૌદશના દિવસે લોકો હનુમાનજીના મંદિરે પણ જતા હોય છે. અને હનુમાન દાદાને તેલ,કાળા અળદ,અને સિંદૂર ચડાવીને પૂજા કરે છે. ગુજરાતમાં કેટલીય જગ્યાએ રાત્રે ઘરમાંથી કકળાટ કાઢવાની પ્રથા પણ રહેલી છે. મહારાષ્ટ્રમાં કાળી ચૌદશના દિવસે દૂધ પૌઆ અને સાકર સેવ ખાવાની પ્રથા રહેલી છે.
કાળી ચૌદસ પૂજા વિધિ
કાળી ચૌદશના અનુષ્ઠાન સ્મશાનમાં જઈને કરવામાં આવે છે અને પૂજા અંધારામાં અને એકાંતમાં કરવામાં આવે છે. એવુ માનવામાં આવે છે કે કાળી ચૌદશની રાતે ખરાબ આત્માઓ ખૂબ શક્તિશાળી હોય છે માટે ખરાબ આત્માઓથી બચવા અને સામનો કરવાની શક્તિ મેળવવા માટે મા કાળીની પૂજા કરવામાં આવે છે.કાળી ચૌદસની પૂજા રાત્રે 11 વાગ્યે ૫છી શરૂ થાય છે અને 1 વાગ્યા ૫હેલાં સુધીના પુર્ણ થઇ જાય છે. આ પૂજા દક્ષિણપશ્ચિમ અને પશ્ચિમ દિશા તરફ મોં રાખી કરવામાં આવે છે.આ પૂજા દરમિયાન સરસોના તેલના લેપનો ઉપયોગનું મહત્વ છે. તેમજ આ પૂજામાં વડના પાનનો ૫ણ ઉપયોગ કરવામાં આવે છે. પૂજા દરમિયાન જે પણ પ્રસાદ હોય તેનો ભોગ ઘરની બહાર ધરાવવામાં આવે છે.
કાળી ચૌદશ મંત્ર જાપओम एं ह्रीं क्लीं चामुण्डायै विच्चै।
क्लीं क्रीं हुं क्रों स्फ्रों कामकलाकाली स्फ्रों क्रों क्लीं स्वाहा!! “शरणागत दीनार्त परित्राण परायणे। सर्वास्यार्ति हरे देवि नारायणि नमोस्तुते।।”
ऊँ क्रीं क्रीं क्रीं हूं हूं ह्रीं ह्रीं दक्षिणे कालिके क्रीं क्रीं क्रीं क्रीं ह्रीं ह्रीं स्वाहा!
ॐ ह्रीं क्लीं अमुकी क्लेदय क्लेदय आकर्षय आकर्षय, मथ मथ पच पच द्रावय द्रावय मम सन्निधि आनय आनय, हुं हुं ऐं ऐं श्रीं श्रीं स्वाहा”।
કાળી ચૌદસની પૌરાણિક કથા,પૌરાણીક ઇતિહાસ
હિંદુ ધર્મ ની પરંપરા મુજબ જણાવવામાં આવે છે કે ભગવાન કૃષ્ણએ રાક્ષસ નરકાસુરનો વધ કર્યો હતો, મા કાલિએ રાક્ષસોનો નાશ કર્યો હતો, અને અધર્મ પર ધર્મનો વિજય થયો હતો. બીજી એક કથા પ્રમાણે, રંતિ દેવ નામનો એક રાજા હતો, રાજા આદર્શ હતો પરંતુ અજાણતા રાજાએ કેટલાક પાપ કર્યા હતા જેના કારણે તેને શ્રાપ મળ્યો, અને તેની મૃત્યુનો સમય નજીક આવી ગયો. રાજાની પત્નીએ પોતાના પતિની રક્ષા માટે આખા મહેલમાં દીવા પ્રગટાવ્યા અને આભૂષણોને દરવાજા પાસે એક જગ્યાએ એકઠા કર્યા અને યમદૂત સાપના રૂપમાં મહેલમાં પ્રવેશ્યા, પરંતુ પ્રકાશની ચમકથી સાપની આંખો સમક્ષ અંધકાર છવાઈ ગયો હતો. અને રાજાનો જીવ બચી ગયો હતો.ત ત્યારબાદ સાપે યમદૂતના રૂપમાં દર્શન આપ્યા ત્યારે રાજાએ તેના પાપ વિશે પૂછ્યું હતું. ત્યારે યમદૂતે જવાબ આપ્યો કે એકવાર તમે તમારા દરવાજેથી એક બ્રાહ્મણને ભૂખ્યો જવા દીધો હતો. આ તમારા પાપોનું ફળ છે, રાજાએ યમરાજ પાસે પાપોમાંથી મુક્તિ મેળવવા માટે થોડો સમય માંગ્યો. યમદૂતે રાજાને એક વર્ષનો સમય આપ્યો.બીજા દિવસે રાજાએ ઋષિમુનિઓની પાસે જઈને પોતાની તકલીફો જણાવી અને પાપોમાંથી મુક્તિ મેળવવાનો ઉપાય પૂછ્યો. ઋષિએ કહ્યું કે તમે કારતક મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્દશીનું વ્રત કરો અને બ્રાહ્મણોને ભોજન કરાવ્યા પછી તેમની સામે થયેલા અપરાધોની માફી માગો. રાજાએ એવું જ કર્યું. આ રીતે રાજાને પાપોમાંથી મુક્તિ મળી અને વિષ્ણુલોકમાં સ્થાન મળ્યું. ત્યારથી કાળી ચૌદસનો તહેવાર ઉજવવામાં આવે છે. આ દિવસે પૂજા અને ઉપવાસ કરવાથી સુરા શક્તિઓનો નાશ થાય છે અને પાપોમાંથી મુક્તિ મળે છે. આ કારણોસર, કાળી ચૌદસનો દિવસ અનિષ્ટ પર સારાની જીતનું પ્રતીક માનવામાં આવે છે. આ દિવસે લોકો પોતાના ઘરોમાં દીવા પ્રગટાવે છે અને ઘરને રંગબેરંગી રોશનીથી ઝળહળી ઉઠે છે.jigarpajapati.blogspot.com here: Exam Notification, Exam Date, Exam Fees, Syllabus, Online Application Process, Exam Preparation Tips, Exam Study Material (General Knowledge-GK, Current Affairs , Gujarati and English Grammar, Mathematical Reasoning so Daily visit my site jigarpajapati.blogspot.com. jigarpajapati.blogspot.com is All in one Education information website, like primary Education paripatra & GR, std 1 to 8 all material, textbook, adhyayan nishpattio, Teachers Edition, Timetable, sce patrako, xamtao, pragna material all information so Daily visit This Site jigarpajapati.blogspot.com for More Updates
Important: Please always Check and Confirm the above details with the official website and Advertisement / Notification.
Tag :
Diwali special
0 C "Kali chaudas 2022 । કાળી ચૌદશ શું છે? ‘કાળી ચૌદશનું ધાર્મિક મહત્વ, પૂજાનો સમય, મહત્વ અને મંત્ર જાણો"