ધો.૩ થી ૮ના વિદ્યાર્થીઓના Oral Reading Fluency (ORF) મૂલ્યાંકન અને મહાવરા બાબત.
વિષયઃ ધો.૩ થી ૮ના વિદ્યાર્થીઓના Oral Reading Fluency (ORF) મૂલ્યાંકન અને મહાવરા બાબત.
આપ જાણો છો તેમ, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP) 2020 અંતર્ગત પ્રાથમિક સ્તરે બાળકોમાં પાયાગત સાક્ષરતા સુનિશ્ચિત કરવા પર ભારપૂર્વક ધ્યાન કેન્દ્રિત કરવાનું થાય છે. જે અંતર્ગત મૌખિક વાચન પ્રાવિણ્ય (ORF) જેવી પાયાની કુશળતાને માપવા માટે સારી રીતે વ્યાખ્યાયિત કરેલ સૂચકાંકની સામાન્ય સમજ હોવી જરૂરી બને છે. પ્રતિ મિનિટ કેટલા શબ્દો સચોટ રીતે સમજણ સાથે વાંચવાની બાળકની ક્ષમતા છે તે ORF દર્શાવે છે.
અત્રેની કચેરી દ્વારા ધોરણ-૩ થી ૮માં અભ્યાસ કરતા બાળકોને Oral Reading Fluency (ORF) ની પ્રેક્ટિસ કરાવવા અને તેના મૂલ્યાંકન માટે G-Shala એપમાં સુવિધા વિકસાવવામાં આવેલ છે. જે શિક્ષકોને વર્ગમાં વિદ્યાર્થી વાર વ્યક્તિગત ORF મૂલ્યાંકન કરવા માટેની સુવિધા પૂરી પાડે છે. વધુમાં, ધોરણ-૩ થી ૮ના વિદ્યાર્થીઓ આ પ્લેટફોર્મથી વાચનનો મહાવરો પણ કરી શકે છે.
પરંપરાગત રીતે, ORF મૂલ્યાંકન અંતર્ગત શિક્ષકો માટે વિદ્યાર્થી વાર વાંચનના સમયને રેકોર્ડ કરવાનું કાર્ય ખૂબ મુશ્કેલ છે. જ્યારે ટેકનોલોજીના ઉપયોગથી Oral Reading Fluencyનું સરળતાથી માપન કરી શકાય છે. આ સુવિધામાં અવાજને આધારે લખાણ (speech to text) ઓળખવાની ટેકનીક અને AI એલ્ગોરિધમ વાંચન દરમિયાન કેટલું સાચું વાંચન કેટલા સમયમાં કર્યુ તે જણાવે છે.
પરિપત્ર અહીંથી ડાઉનલોડ કરો
શિક્ષકે G-Shala દ્વારા Read Along App નો ઉપયોગ કઇ રીતે કરવો ? અહીંથી PDF ડાઉનલોડ કરો
વિધાર્થીઓ માટે G-Shala App દ્વારા Read Along એપનો ઉપયોગ કઇ રીતે કરવો ? ઉપયોગી PDF અહીંથી ડાઉનલોડ કરો
G-SHALA એપ્લિકેશન અહીંથી ઇન્સ્ટોલ કરો
Read along એપ્લિકેશન અહીંથી ઇન્સ્ટોલ કરો
ઉપરોક્ત વિગતે, ધોરણ-૩ થી ૮માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો ગુજરાતી ભાષા માટે ORF મૂલ્યાંકન અને મહાવારા માટે G-Shala એપનો ઉપયોગ કરે તે અંગે આપની કક્ષાએથી જરૂરી આદેશ તથા સમીક્ષા કરવા જણાવવામાં આવે છે.
jigarpajapati.blogspot.com here: Exam Notification, Exam Date, Exam Fees, Syllabus, Online Application Process, Exam Preparation Tips, Exam Study Material (General Knowledge-GK, Current Affairs , Gujarati and English Grammar, Mathematical Reasoning so Daily visit my site jigarpajapati.blogspot.com. jigarpajapati.blogspot.com is All in one Education information website, like primary Education paripatra & GR, std 1 to 8 all material, textbook, adhyayan nishpattio, Teachers Edition, Timetable, sce patrako, xamtao, pragna material all information so Daily visit This Site jigarpajapati.blogspot.com for More Updates
Tag :
Application
0 C "ધો.૩ થી ૮ના વિદ્યાર્થીઓના ORAL READING FLUENCY (ORF) મૂલ્યાંકન અને મહાવરા બાબત"