તાન્ઝાનિયાના નેટરોન સરોવરનું તાપમાન ૬૦ ડિગ્રી સેલ્સિયસકરતાં વધારે રહે છે અને તેના પાણીમાં સોડા અને ખારાશનું પ્રમાણ પણ ઘણું વધારે છે. તેથી તેને જંગલી પ્રાણીઓ અને પક્ષીઓ માટે ઉપયુક્ત માનવામાં આવતું નથી. વધારે પડતુ ગરમ હોવાથી અહીં એક વાર છલાંગ લગાવનાર જીવ સખત પથ્થરમાં ફેરવાઇ જાય છે.
તમે ઘણી અનોખી અને કુદરતી સૌંદર્યથી ભરપૂર નદીઓ અંગે સાંભળ્યું હશે. બની શકે કે જોઇ પણ હોય. ઘણી નદીઓના વાદળી અને ચોખ્ખા પાણીમાં તમે પરિવાર અને મિત્રો સાથે મોજ-મસ્તી પણ કરી હશે. અને ના પણ કેમ કરો? નદીઓનું ઠંડુ વાદળી પાણી સૌ કોઇને આકર્ષે છે. તેના ઠંડા પાણીમાં ઘૂંટણ સુધી ઉભા રહીને દૂર આકાશને જોવાનો આનંદ જ કંઇક અલગ પ્રકારનો હોય છે.
પહાડી વિસ્તારોમાં તો નદીઓનું પાણી એટલુ ચોખ્ખુ હોય છે કે લોકો દરેક કામ માટે આ જ પાણી પર નિર્ભર રહે છે. ત્યાં સુધી તે પાણીનું પીવા માટે પણ ઉપયોગ કરતાં હોય છે. પરંતુ શું તમે એક એવી નદી વિશે જાણો છો જ્યાંનું પાણીનો ઉપયોગ કરવાનું તો દૂર, તમે ત્યાં ઉભા થવા અંગે પણ વિચારી નથી શકતા. જો તમે આમ કરવાનો પ્રયાસ કર્યો તો તમે બળીને ખાખ થઇ જશો.
જી હા, મોટાભાગના દરિયા અને સરોવર ઠંડક આપવા માટે જાણીતા છે પરંતુ તાન્ઝાનિયામાં સ્થિત નેટરોન સરોવર ઠંડા પાણીને બદલે પોતાના તાપમાનને લઇને વિશ્વમાં મશહૂર છે. કેન્યા સરહદ નજીક આવેલ સરોવરનું તાપમાન ૬૦ ડિગ્રી સેલ્સિયસ કરતાં વધારે રહે છે અને તેના પાણીમાં સોડા અને ખારાશનું પ્રાણ પણ ઘણું વધારે છે. તેથી તેને જંગલી પ્રાણીઓ અને પક્ષીઓ માટે ઉપયુક્ત માનવામાં નથી આવતું. અત્યંત ગરમ હોવાથી અહીં એક વાર છલાંગ લગાવનાર સખત પથ્થરમાં ફરેવાઇ જાય છે. ત્યાં સુધી કે આજે પણ આ સરોવર અને તેની આસપાસ એવા જીવોને પથ્થર જેવા શરીરમાં જોઇ શકાય છે.
પોતાની બેજોડ વિવિધતાને કારણે તાન્ઝાનિયાએ ૪ જુલાઇ, ૨૦૦૧ના રોજ આ સરોવરના રામસર લિસ્ટમાં શામેલ કર્યું જે આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ઘણું જ મહત્વ ધરાવે છે. આ સરોવરની પાણીની સપાટી ઘણી ઓછી છે. આ સરોવર લગભગ ત્રણ મીટર કરતાં ઓછુ ઊંડુ છે.
સરોવરની આસપાસનો વિસ્તાર સૂકો છે જોકે ત્યાં અનિયમિત મોસમી વરસાદ પણ પડે છે. મોટાભાગના સરોવરોનો રંગ ઉચ્ચ બાષ્પીભવન દરો દ્વારા નક્કી થાય છે. જ્યારે ઉનાળામાં સરોવરનું પાણી વરાળ બની જાય છે અને સરોવર એકદમ સૂકાઇ જાય છે ત્યારે સરોવરમાં માત્ર મીઠુ જ રહી જાય છે. એવામાં મીઠાને પ્રેમ કરનારા સૂક્ષ્મ જીવો ત્યાં જોવા મળે છે. આ સૂક્ષ્મ જીવો પણ છોડની માફક પ્રકાશ સંશ્લેષણ દ્વારા પોતાનો ભોજનની વ્યવસ્થા જાતે જ કરી લેવામાં સક્ષમ હોય છે
આ સૂક્ષ્મ જીવોની પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયાને કારણે સરોવરનો રંગ લાલ અને ક્યાંક-ક્યાંક નારંગી પણ હોય છે. તેથી સપાટી પર ક્ષાર મીઠુ અને સૂક્ષ્મજીવોને કારણે તેનો રંગ ગુલાબી અને લાલ પણ જોવા મળે છે. સાથે જ મીઠુ, કળણ અને તાજુ પાણી સરોવરની આસપાસ વિભિન્ન પ્રકારના છોડને ઉગવામાં મદદ કરે છે. અત્યાર સુધી જ્યાં તેનું તાપમાન જ જંગલી પ્રાણીઓ અને પક્ષીઓ માટે ખતરાનું કારણ હતું, ત્યાં હવે સરોવર પર વધુ એક ખતરો ઝળુંબાઇ રહ્યો છે.
આ નવો ખતરો તેના કાંઠે સોડા રાખ સંયત્રનો પ્રસ્તાવિત વિકાસ છે. આ સંયત્ર દ્વારા સરોવરમાંથી પાણી પંપ કરીને સોડિયમ કાર્બોનેટ કાઢવામાં આવશે જેમાંથી નિકાસ કરવા માટે વોશિંગ પાઉડર બનાવવામાં આવશે.
સંયત્રની સાથે ૧૦૦૦ કરતાં વધારે કાર્યકરો અને એક કોલસા આધારિત પાવર સ્ટેશન માટે સંયંત્ર પરિસરમાં ઉર્જા પ્રદાન કરવા માટે આધાર પણ બનશે. સાથે જ એ પણ સંભાવના છે કે નિકાસની ક્ષમતા વધારવા માટે ડેવલપર્સ અહીં એક હાઇબ્રિડ બ્રાન શિમ્પ અર્થાત સંકર નમકીન શિમ્પની શરૂઆત કરશે. આ સંયંત્રથી સરોવરને કેટલું નુકસાન થાય છે એ તો આવનાર સમય જ જણાવશે
Important: Please always Check and Confirm the above details with the official website and Advertisement / Notification.
Tag :
JANVA JEVU