નવલરામ પંડ્યા નવરામનો જન્મ તા. ૦૯/૦૩/૧૮૩૬ માં સુરત મુકામે
થયો હતો.મેટ્રિક થતાં પહેલાં તો તેમણે શાળામાં શિક્ષકની નોકરી સ્વીકારી લીધી હતી.
છેવટે અમદાવાદની અને પછીથી રાજકોટની ટ્રેનિંગ કૉલેજમાંતેઓ આચાર્ય બન્યા હતા. ગ્રંથ
વિવેચનની શરૂઆત તેમણે ‘કરણ
ઘેલા’ થી કરી. ફ્રેંચ નાટકનું તેમણે કરેલું રૂપાંતર ‘ભટ્ટનું ભોપાળું’આજે પણ હાસ્યપ્રધાન નાટકોમાં અમર
છે. તેમનું નોંધપાત્ર વિવેચન ‘રઘુવંશ’કાવ્ય
ઉપરનું છે. ‘મેઘદૂત’ નું ભાષાંતર ‘હિતોપદેશ’અને ‘દશરૂપક’નાં ભાષાંતર તેમજ ‘કાવ્યશાસ્ત્ર’સંબંધી વિચારો ઉપર લેખોપણ લખ્યા છે. ‘ગુજરાત
શાળાપત્ર’ નું તંત્રી પદ પણ ઘણી કાર્યદક્ષતાથી બજાવ્યું.
જુદા જુદા વિષયોકેમ શીખવવા ત્યાંથી શરૂ કરીને શાળા વ્યવસ્થા અને શાળાશિસ્ત વિષે પણ
તેમણે લખ્યું છે. તેમણે ગુજરાતી સાહિત્યના ‘આદ્યદ્દ્ષ્ટા’નું બિરુદ આપ્યું છે.
Important: Please always Check and Confirm the above details with the official website and Advertisement / Notification.