ચંદ્રકાંત બક્ષીનો જન્મ પાલનપુર (હવે બનાસકાંઠા જિલ્લામાં) ખાતે ૨૦ ઓગસ્ટ, ૧૯૩૨ ના રોજ થયો હતો.[૧] તેઓ ગુજરાતી જૈન કુટુંબના કેશવલાલ બક્ષી અને ચંચળબેનના બીજા પુત્ર હતા. તેમણે પ્રારંભનું શિક્ષણ પાલનપુર અને કલકત્તામાં લીધું હતું. ૧૯૫૨માં તેઓ કલકત્તા યુનિવર્સિટીની સેન્ટ ઝેવિયર્સ કોલેજમાંથી બી.એ. થયા. તેઓ કલકત્તા સ્થાયી થયા અને કલકત્તા યુનિવર્સિટીમાંથી ૧૯૫૬માં એલ.એલ.બી. અને ૧૯૬૩માં ઇતિહાસ અને રાજકારણ વિષય સાથે એમ.એ. થયા.કલકત્તામાં તેમણે ૧૨ વર્ષ કપડાંની દુકાનમાં વેપાર કર્યો અને ત્યાં તેમણે પોતાની પ્રથમ વાર્તા મકાનનાં ભૂત લખી હતી. તેમનું પ્રથમ પુસ્તક પડઘાં ડૂબી ગયા ૧૯૫૭માં પ્રકાશિત થયું. તેઓ પૂર્ણ સમયના લેખક/પત્રકાર તરીકે જ સક્રિય રહ્યા. તેઓ વિવિધ સામયિકો અને દૈનિકોમાં લેખ લખતા હતા.૧૯૯૯માં મહારાષ્ટ્ર સરકાર દ્વારા તેમની મુંબઈના શેરીફ પદે નિમણૂક કરવામાં આવી હતી.૨૫ માર્ચ, ૨૦૦૬ ના રોજ અમદાવાદ ખાતે હૃદયરોગના હુમલાથી તેમનું અવસાન થયું. તેમના ચાહકોમાં તેઓ બક્ષી અથવા બક્ષીબાબુના નામથી જાણીતા હતા Important: Please always Check and Confirm the above details with the official website and Advertisement / Notification.
Tag :
VYAKTI VISHESH