આજે આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ છે. યુનેસ્કોના જણાવ્યા મુજબ દર બે અઠવાડિયે એક ભાષા અદ્રશ્ય થતી જોવા મળે છે. ૨૧મી ફેબ્રુઆરીના રોજ આંતરાષ્ટ્રીય માતૃભાષા દિવસની ઉજવણી નિમિતે માતૃભાષા સાથે લોકો જકડાઈને રહે તેઓ પ્રયત્ન કરવામાં આવ્યો છે. ૧૯૯૯ના નવેમ્બરમાં યુનેસ્કોએ માતૃભાષા દિવસ ઉજવવાનું નકકી કર્યું હતું. ફેબ્રુઆરી ૨૦૦૦ થી દર વર્ષે આ દિવસને ઉજવવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસને ઉજવવા માટેનો ઉદેશ એ છે કે ભાષા અને સંસ્કૃતિની વિવિધતાને સન્માન મળે તથા બહુ ભાષાવાદને પ્રોત્સાહન મળે. દુનિયામાં ૭ હજારથી વધુ ભાષા બોલાય છે. જેમાની અંદાજે અડધી જેટલી ભાષાઓ અદ્રશ્ય થવાને આરે છે. દુનિયાની વિવિધ સંસ્કૃતિ ધરાવતા લોકો વચ્ચે સંવાદ અને સંપર્ક સાધવા તેમજ એકબીજાને સમજવા માટે દરેક સમાજની મુર્ત અને અમુર્ત ધરોહરનું જીવંત રાખવા માટેનું સક્ષણ સાધન જો કોઈ તો તે માતૃભાષા છે. માતૃભાષાને લુપ્ત થતી જતી બચાવવાનો સમય હવે આવી ગયો છે. માતૃભાષાએ તો આપણી પોતીકી અણમોલ જણસ છે અને આમ ખોવાતી, લુંટાતી આપણાથી ન જોવાય. માતૃભાષા આપણે સાદ કરી રહી છે. માતૃભાષા જીવનનું અમૃત અને જીવનનો ધબકાર છે. આ કામને વહેલામાં વહેલી તકે માથે ઉપાડી લેવું આ આપણા સૌની જવાબદારી છે. કેટલાય બાળ દેવતાઓ વિદેશી ભાષામાં શિક્ષણ આપવાની ઘેલછામાં ઘેલછામાં માતૃભાષાના અમુલ્ય વારસાથી અળગા થઈ રહ્યા છે તો આ માતૃભાષાનો સૌએ એક સંકલ્પ કરવો જોઈએ.
Important: Please always Check and Confirm the above details with the official website and Advertisement / Notification.
Tag :
Vishesh din